કારગિલના શહીદોના શૌર્યને યાદ રાખવા અને યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાડવા હેતુ આ મેરેથોન ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીથી એલ.એસ. હાઈસ્કૂલ સુધી યોજાઈ, જેમાં સિદ્ધપુર તાલુકાની વિવિધ શાળાઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ઉમંગપૂર્વક ભાગ લીધો. દેશભક્તિના નારા સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પાઈ.
“કારગિલ યુદ્ધના શૂરવીરોનું બલિદાન રાષ્ટ્ર માટે સદાય પ્રેરણા છે. મેરેથોન માત્ર શારીરિક ક્ષમતા માટે નહીં, પરંતુ શિસ્ત, દેશપ્રેમ અને ટીમ વર્ક જેવી મૂલ્યો વિકસાવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. હું ભારતીય સેનાના અદમ્ય સાહસ અને બલિદાનને વંદન કરું છું.”
આ પ્રસંગે સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, સંગઠનના હોદેદારો, યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. એમ.એસ. રાવ, રજીસ્ટ્રાર ડૉ. હિંમતસિંહ રાજપૂત, ડીન ડૉ. સુનિલ જોશી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.