રાજકોટ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજુ કરપડાએ પોતાના રાજીનામા બાદ આમ આદમી પાર્ટી (AAP) અને તેના કેટલાક અગ્રણીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા. તેમણે જણાવ્યું કે પાર્ટીમાં જોડાતા સમયે ખેડૂતોના હકો માટે લડવાની પ્રતિબદ્ધતા સાથે અનેક મુદ્દાઓ પર સંઘર્ષ કર્યો હતો, પરંતુ જેલમાં રહેતા સમયે પાર્ટી તરફથી પૂરતો સહયોગ મળ્યો નહીં.
જેલ દરમિયાન કાનૂની સહાય ન મળ્યાનો આરોપ
રાજુ કરપડાએ જણાવ્યું કે હળદળની ઘટનામાં લડાઈમાં સફળતા મળવા છતાં તેમના પર IPC કલમ 307 લગાવવામાં આવી, જે અંગે તેમણે નિરાશા વ્યક્ત કરી. તેમણે આરોપ લગાવ્યો કે જેલમાં હોવા છતાં પાર્ટીએ યોગ્ય કાનૂની સહાય પૂરી પાડી નહીં. હાઈકોર્ટમાં સારા વકીલ રાખવાની ખાતરી હોવા છતાં પ્રથમ સુનાવણી દરમિયાન કોઈ વકીલ હાજર ન રહ્યો હોવાનું તેમણે કહ્યું.
તેમણે વધુમાં દાવો કર્યો કે પ્રદેશના બે અગ્રણીઓએ જાણતા જ તેમને વધુ સમય જેલમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો.
ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓ પર નિશાન
પત્રકાર પરિષદ દરમિયાન રાજુ કરપડાએ AAP નેતા ગોપાલ ઈટાલિયા સહિતના ધારાસભ્યો પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે જેલમાં રહેતા સમયે કોઈ મોટા નેતા તેમને મળવા આવ્યા નહોતા. “મારી જીભ ખુલશે તો ઘણા લોકોને જવાબ આપવો મુશ્કેલ બની જશે,” એમ કહી તેમણે સંકેત આપ્યો કે આગળ વધુ ખુલાસા થઈ શકે છે.
વીડિયો અપલોડ અંગે પણ કર્યો ખુલાસો
તેમણે જણાવ્યું કે જેલમાં રહેતા સમયે એક વીડિયો એડિટ કરીને નક્કી કરેલી તારીખે અપલોડ કરવાનો હતો, પરંતુ તે પહેલાજ અપલોડ કરી દેવામાં આવ્યો. આ બાબતે તેમણે આંતરિક ગેમ રમાઈ હોવાનો પણ આરોપ લગાવ્યો.
ભવિષ્યમાં રાજકીય સંભાવનાઓ અંગે સંકેત
રાજુ કરપડાએ જણાવ્યું કે હાલ તેઓ બિનરાજકીય રીતે ખેડૂતોના પ્રશ્નો પર કામ કરશે. સાથે જ તેમણે કહ્યું કે સત્તાપક્ષ ખેડૂતો માટે સકારાત્મક કાર્ય કરશે તો ભવિષ્યમાં ભાજપમાં જોડાવાની સંભાવના પણ નકારી શકાય નહીં. “મને કોઈ કેસનો ડર નથી, હું ડંકાની ચોટ પર લડ્યો છું,” એમ કહી તેમણે પોતાની લડત ચાલુ રાખવાની વાત કરી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom