ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ રાજ્યસભાના ઉપ સભાપતિ હરિવંશ નારાયણ સિંહને અસ્થાયી રીતે રાજ્યસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી, જે મહત્વપૂર્ણ રાજકીય સંકેતો આપી રહી છે. હરિવંશ નારાયણ સિંહને નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે આગળ વધારવામાં આવશે એવી અટકળો પણ તેજ બની છે. તેઓ જનતા દળ યુનાઇટેડ (JDU) સાથે સંકળાયેલા છે અને તેમને બિહારનું પ્રતિનિધિત્વ મળ્યું છે, જેને જોતા આગામી લોકસભા ચૂંટણી પૂર્વે બિહારમાં રાજકીય સંદેશો આપવા માટે પણ આ નિર્ણય વ્યૂહાત્મક સાબિત થઈ શકે છે.
Harivansh, Deputy Chairman of Rajya Sabha, called on President Droupadi Murmu at Rashtrapati Bhavan.
(Pic: President of India/X) pic.twitter.com/LZuw9vgqfS
— ANI (@ANI) July 22, 2025
ઉપરાષ્ટ્રપતિ ધનખડનો કાર્યકાળ 11 ઓગસ્ટ 2027 સુધીનો હતો, પરંતુ સ્વાસ્થ્યના કારણો આપીને તેમણે મિડટર્મ રાજીનામું આપ્યું છે. જો કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો એ આરોપ મૂક્યા છે કે ભાજપે જ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પ્રમોટ કરવા માટે ધનખડ પર રાજીનામું આપવા દબાણ કર્યું હતું.
ચૂંટણી સંબંધી નિયમો પ્રમાણે, જ્યારે ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી થાય છે ત્યારે શક્ય તેટલી વહેલી તકે ચૂંટણી યોજવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ચૂંટણી પંચ કોઈપણ સમયે આ માટે જાહેરનામું બહાર પાડી શકે છે. આ ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહના સાંસદો મતદાન કરે છે. હાલના સંસદમાં કુલ 786 સભ્યો છે અને પરિણામે જીત માટે ઓછામાં ઓછા 394 મતોની જરૂર છે. NDA પાસે હાલ આંકડાકીય રીતે સ્પષ્ટ બહુમતી હોવાથી હરિવંશ નારાયણના ઉપરાષ્ટ્રપતિ બનવાની સંભાવના વધુ મજબૂત લાગી રહી છે.