રામમંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન થઇ ગયું છે. તે 85 વર્ષના હતા. તેમણે લખનઉની પીજીઆઈમાં અંતિમ શ્વાસ લીધા. આચાર્ય સત્યેન્દ્ર દાસને 3 ફેબ્રુઆરીએ બ્રેઈન હેમરેજ થયા બાદ લખનઉ પીજીઆઈમાં દાખલ કરાયા હતા. તેમને ન્યૂરોલોજી વૉર્ડના એચડીયુમાં સારવાર આપવામાં આવી રહી હતી.
परम रामभक्त, श्री राम जन्मभूमि मंदिर, श्री अयोध्या धाम के मुख्य पुजारी आचार्य श्री सत्येन्द्र कुमार दास जी महाराज का निधन अत्यंत दुःखद एवं आध्यात्मिक जगत की अपूरणीय क्षति है। विनम्र श्रद्धांजलि!
प्रभु श्री राम से प्रार्थना है कि दिवंगत पुण्यात्मा को अपने श्री चरणों में स्थान दे…
— Yogi Adityanath (@myogiadityanath) February 12, 2025
સરયુના કિનારે થશે અંતિમ સંસ્કાર
આચાર્ય સત્યેન્દ્ર દાખસના શિષ્ય પ્રદીપ દાસે જણાવ્યું કે લાંબી બીમારી બાદ લખનઉના પીજીઆઈમાં સવારે 8 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમનો પાર્થિવ દેહ પીજીઆઈથી અયોધ્યા લાવવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે અયોધ્યામાં સરયુ નદીના કિનારે થશે.
अयोध्या में भगवान रामलला के मुख्य पुजारी आचार्य सत्येंद्र दास का 87 साल की उम्र में निधन हो गया।
लखनऊ पीजीआई में बुधवार को उन्होंने आखिरी सांस ली। 3 फरवरी को ब्रेन हैमरेज के बाद उनको अयोध्या से लखनऊ रेफर किया गया था। तब से उनका इलाज चल रहा था।
भगवान राम को… pic.twitter.com/7K44iHOrdP
— One India News (@oneindianewscom) February 12, 2025
SGPGI દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે આચાર્ય સત્યેન્દ્ર દાસજીને સ્ટ્રોક આવ્યો હતો અને તેઓ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડાઈ રહ્યા હતા. તેમણે આજે સવારે SGPGIમાં અંતિમ શ્વાસ લીધા.
તેમના નિધનથી અયોધ્યાના ધાર્મિક વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી છે. તેમના યોગદાનને યાદ કરતા, અનેક ધાર્મિક નેતાઓ અને અનુયાયીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.