નડિયાદ શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તા.25-03-26 બુધવારના રોજ શ્રી રામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે “રામ નવમી” ની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં નાનાં-નાનાં ભૂલકાંઓ દ્વારા આ તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં “પપેટ શૉ” દ્વારા શ્રી રામ જન્મ વિશે માહિતી આપવામાં આવી હતી. તે બદલ સંસ્થાના પ્રમુખ મહંત રામદાસજી મહારાજ, ઉપપ્રમુખ સત્યદાસજી મહારાજ તથા મંત્રી સંત નિર્ગુણદાસજી મહારાજે શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના શુભાશિષ પાઠવ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel