મહુવા પાસે કાકીડી ગામે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ પિતામહ’ લાભ મળી રહ્યો છે. રામકથા લાભ લેવાં સ્થાનિક અને દેશ તથા વિદેશનાં ભાવિક શ્રોતાઓ ઉમટ્યાં છે.
મહુવા પાસે તલગાજરડાનાં વાયુ મંડળમાં કાકીડી ગામે શનિવારથી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા પ્રારંભ થયો છે. પ્રારંભે પૂરા ગામને યજમાન પરિવાર દ્વારા ભેટ વિતરણ કરવામાં આવ્યું.
રામકથા ‘માનસ પિતામહ’ દરમિયાન મોરારિબાપુનાં ત્રિભુવનદાદાનાં સ્મરણ સાથે મહાભારત ભારત પ્રસંગ તત્વ સાથે ભાવિક શ્રોતાઓને લાભ મળી રહ્યો છે.
દિવાળીનાં પર્વ તહેવારો સાથે મોરારિબાપુનાં વ્યાસાસને ગોહિલવાડનાં નાનકડા ગામ કાકીડીમાં રામજીમંદિરનાં સાનિધ્ય સાથે આ રામકથા લાભ લેવાં સ્થાનિક અને દેશ તથા વિદેશનાં ભાવિક શ્રોતાઓ ઉમટ્યાં છે.