કડી તાલુકાના થોળ પક્ષી અભ્યારણ સમગ્ર ગુજરાતમાં આગવું સ્થાન ધરાવે છે. જ્યાં દર વર્ષે હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ થોળ પક્ષી અભ્યારણની મુલાકાતે આવી પહોંચતા હોય છે. હજારો કિલોમીટરથી દૂરનો રસ્તો ખેડી ગુજરાતના થોળ અભ્યારણમાં મહેમાન બન્યા છે. વિદેશી પક્ષીઓના આગમનથી થોળ અભ્યારણમાં નયનરમ્ય નજારો જોવા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવી પહોંચતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થઈ ચૂક્યું છે. જેમાં ગતવર્ષે 4 કુંજ પક્ષીને GPS લગાવીને છોડવામાં આવ્યા હતા. તે કુંજ પક્ષીઓ કઝાકિસ્તાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન થઈ 10 હજાર કિલોમીટરની સફર કરી ગુજરાત પરત આવ્યાં છે.
ગુજરાતના ગૌરવ સમાન મહેસાણાના થોળમાં પક્ષી અભ્યારણ આવેલું છે. જ્યા દર વર્ષ હજારો લાખો પક્ષી અનેક હજાર કિલોમીટર કાપીને ત્યા આવે છે. દસ હજાર કિલોમીટર અંતર કાપી મહેસાણામાં પક્ષી પહોચ્યું છે. કડીના થોળમાં પક્ષી અભયારણ્ય ખાતે કુંજ નામનું પક્ષીઓ હજારો કિમી કાપી પહોંચ્યું છે.
4 કુંજ પક્ષીઓને GPS લગાવવામાં આવ્યા હતા
અત્રે જણાવીએ કે, ગત વર્ષે 4 કુંજ પક્ષીઓને GPS લગાવવામાં આવ્યા હતા. GPS લગાવેલા 4 પક્ષીઓ ફરી થોળ તળાવમાં આવી પહોંચ્યા છે. GPSના આધારે માલુમ પડ્યું કે કુંજ પક્ષીઓએ 10,000 કિમી અંતર કાપીને ફરી એકવાર આ વર્ષે થોળમાં આવી પહોંચ્યા છે. કઝાકિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને હિમાલય એવરેસ્ટ શિખર સર કરી આ પક્ષીઓ આવ્યા છે. જ પક્ષીઓ કઝાકિસ્તાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન થઈ 10 હજાર કિલોમીટરની સફર કરી ગુજરાત આવે છે.
દર વર્ષે 70થી વધુ વિદેશી પ્રજાતિના પક્ષીઓ આવે
થોળ પક્ષી અભયારણ્યમાં દર વર્ષે 70થી વધુ વિદેશી પ્રજાતિના પક્ષીઓ આવતી હોય છે. અંદાજે 30 થી 40 હજાર પક્ષીઓ થોળ પક્ષી અભયારણ્યમાં આવે છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા આ પક્ષીઓની ઓળખ અને સંશોધન કરવામાં આવે છે. શિયાળો શરૂ થતા જ ઠંડા પ્રદેશોના પક્ષીઓ થોળ આવી પહોંચે છે. વધુ ઠંડા પ્રદેશોમાં ઠંડી માઈનસ ડિગ્રી સુધી પહોંચી જતા પક્ષીઓ થોળ અભ્યારણમાં આવતા હોય છે.