અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના ઉત્પાદનો પર 125 ટકા આયાત ડ્યુટી લાદવાની જાહેરાત કરીને ચીન પર મોટો આર્થિક પ્રહાર કર્યો છે. અગાઉ અમેરિકાએ આ દર વધારીને 104 ટકા કર્યો હતો. આ પછી ચીને પણ અમેરિકાથી આવતા ઉત્પાદનો પર ડ્યુટી વધારીને 84 ટકા કરી દીધી. ટ્રમ્પે ‘પારસ્પરિક ટેરિફ’ પર 90 દિવસની છૂટની જાહેરાત કરીને ભારત સહિત 75 દેશોને મોટી રાહત આપી છે. આ સમયગાળા દરમિયાન આ દેશો પર ફક્ત 10 ટકા ડ્યુટી લાગુ પડશે.
Trump increases tariffs on China to 125 pc, announces 90-day 'pause' for 75-plus countries
Read @ANI Story |https://t.co/Y0xaoYQHLc#donaldtrump #china #US #tariffs pic.twitter.com/6NOUxZpBeI
— ANI Digital (@ani_digital) April 9, 2025
આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે વિશ્વના અનેક મોટા દેશો વચ્ચે ટ્રેડ વોર ચરમસીમાએ અને વૈશ્વિક મંદીની આશંકા વધી રહી છે. એક તરફ ટ્રમ્પના આ નિર્ણયને ચીન પર દબાણ લાવવાની રણનીતિ માનવામાં આવી રહી છે, તો બીજી તરફ ટીકાકારોનું કહેવું છે કે આ પગલું વૈશ્વિક બજારોમાં ઘટાડા અને ભારે ટીકા પછી લેવામાં આવેલ ‘યુ-ટર્ન’ છે.
#WATCH | On announcing a 90-day pause on new tariffs and raising China tariffs to 125%, US President Donald Trump says, "Well, I thought that people were jumping a little bit out of line. No other president would have done what I did. Somebody had to do it…They had to stop… pic.twitter.com/kuScirggOc
— ANI (@ANI) April 9, 2025
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર કહ્યું હતું કે, “મેં 90-દિવસના PAUSEને અધિકૃત કર્યો છે, જે દરમિયાન અન્ય દેશો માટે પારસ્પરિક ટેરિફ ઘટાડીને 10 ટકા કરવામાં આવ્યો છે, જે તાત્કાલિક લાગુ થશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સિવાય 75 થી વધુ દેશોને મોટી રાહત આપી છે. ટ્રમ્પે ચીનથી આયાત થતા માલ પર તાત્કાલિક અસરથી 125 ટકા ટેરિફ લાદવાની પણ જાહેરાત કરી છે.
ચીન પર ટેરિફ વધારીને 125 ટકા કરવામાં આવ્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કર્યું કે ચીને વિશ્વ બજારો પ્રત્યે આદર દર્શાવ્યો નથી, જેના કારણે અમેરિકા ચીન પર લાદવામાં આવેલા 104 ટકા ટેરિફને 125 ટકા સુધી વધારી રહ્યું છે, જે તાત્કાલિક અસરથી અમલમાં આવશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરતા ટ્રમ્પે કહ્યું કે ચીનને હવે ખ્યાલ આવશે કે અમેરિકાનું અન્ય દેશોને લૂંટવાનું ચક્ર હવે વધુ સમય સુધી ચાલુ રહી શકશે નહીં.
ટ્રમ્પે 75 થી વધુ દેશોને રાહત આપી
ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના 75થી વધુ દેશો માટે 90 દિવસની ટેરિફ માફીની પણ જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે આ દેશોએ વેપાર અને ચલણની હેરાફેરી જેવા મુદ્દાઓ પર યુએસ વાણિજ્ય વિભાગ, ટ્રેઝરી અને યુએસટીઆર સાથે વાતચીત શરૂ કરી છે. આગામી 90 દિવસ માટે આ દેશો સાથેના વેપાર પર ફક્ત 10 ટકા પારસ્પરિક ટેરિફ લાદવામાં આવશે.
ચીને 84 ટકા ટેરિફ લાદ્યો હતો
અમેરિકાએ એક દિવસ પહેલા ચીન પર 105 ટકાનો ટેરિફ લાદ્યો હતો, જેનો ચીને પણ એ જ સ્વરમાં જવાબ આપ્યો હતો. ચીને બુધવારે (9 એપ્રિલ) અમેરિકા પર 84 ટકા ટેરિફ લાદવાની પણ જાહેરાત કરી હતી. ચીનના નાણા મંત્રાલયે કહ્યું છે કે આ વધારાના ટેરિફ 10 એપ્રિલથી અમેરિકન માલ પર લાગુ થશે. ચીનના વાણિજ્ય મંત્રાલયે પણ 12 અમેરિકન સંસ્થાઓને તેની નિકાસ નિયંત્રણ સૂચિમાં મૂકીને અમેરિકાને જવાબ આપ્યો છે.