કપડવંજ નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન કલ્પેશકુમાર પંચાલના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. 75 માં પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવતાં તેઓએ અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર વિશ્વમાં ભગવાન શ્રીરામનો જય જયકાર થયો હોવાનું જણાવી લાખો લોકોના બલિદાન, સંઘર્ષ અનેક લોકોનો જેલવાસ,યાતનાઓ ભોગવ્યા બાદ અને 500 વર્ષની રાહ જોયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી આપણા સૌનું સ્વપ્ન સાકાર થયું છે. રામોત્સવમાં જોડાઈ શહેરને રોશનીથી સજાવવા સાથે સૌ વેપારીઓએ, દુકાનદારોએ રોજગાર બંધ રાખી એકતા અને સંપના દર્શન કરાવવા બદલ તેઓએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સમગ્ર રાજય અને દેશમાં ખેડૂતો,ગરીબો, યુવાઓ, મહિલાઓ માટેની વિવિધ સરકારી યોજનાઓ થકી સૌનું જીવન ધોરણ ઊંચું લાવવાના ભરપૂર પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આગામી લોકસભાની ચૂંટણીના પરિણામોથી ભારત દેશ વિશ્વ ગુરુ બનવા તરફ પ્રયાણ કરશે આ ચૂંટણીમાં સહભાગી થઈ ફરી એકવાર રાષ્ટ્રહિત સર્વોપરી ધરાવતી પાર્ટીને વિજય બનાવવા તેઓએ અનુરોધ કરી “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ” ના સંકલ્પને સાકાર કરવા જણાવ્યું હતું.
વધુમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કપડવંજ નગર સેવા સદનમાં પણ પ્રજાની સુખાકારી માટે કરોડો રૂપિયાના વિકાસના કામો માટે મંજૂર થયા છે. અનેક કામો પૂર્ણતાના આરે છે અને અનેક કામો પ્રગતિમાં છે. જેમાં જનભાગીદારી તથા ધારાસભ્યની વર્ષ-૨૦૨૨/૨૩ ની ગ્રાન્ટ અંતર્ગત કપડવંજ નગર સેવા સદન વિસ્તારમાં જુદી-જુદી સોસાયટીઓમાં સી.સી.રોડ, પાણીની લાઈન તથા ગટર લાઈનના કામો રૂા.૬૧.૦૦ લાખના કામો, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના,યુ.ડી.પી-૮૮, વર્ષ-૨૦૨૨/૨૩ ગ્રાન્ટ અંતર્ગત કપડવંજ નગર સેવા સદનના જુદા જુદા વિસ્તારોમાં સી.સી.રોડના કામો, સ્ટોર્મ વોટર પાઈપ લાઈન તથા ગટર લાઈનના કામો અને સોનીપુરામાં ટોઈલેટ બ્લોક તથા ઘનકચરાની સાઈટ પર કમ્પાઉન્ડ વોલ તથા જમાલપુરમાં મંદિર પાસે પેવર બ્લોકના કામો મળી કુલ રૂા. ૧૫૦.૦૦ લાખના ખર્ચે કામો, અમૃત ૨.૦ SWAP-II યોજના અંતર્ગત કપડવંજ શહેરમાં વોટર સપ્લાય પ્રોજેકટ માટે હાલના WTP માં મીકેનીકલ તથા ઈલેકટ્રીકલ કામ,ડી.આઈ. પાઈપ લાઈનના કામ તેમજ ESR નું કામ રકમ રૂા.૫.૯૮ કરોડના ખર્ચે કામો, સરકારશ્રીની અમૃત ૨.૦ SWAP-II યોજના અંતર્ગત કપડવંજ શહેરમાં ફુલબાઈ માતા તળાવ વોટર બોડી રીનોવેશનની કામગીરી રૂા.૨.૬૦ કરોડના ખર્ચે કામ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના,યુ.ડી.પી-૮૮, વર્ષ-૨૦૨૨/૨૩ ગ્રાન્ટ અંતર્ગત નડીઆદ રોડ કોર્ટથી દાણા રોડને જોડતા બાયપાસ રોડ પર સ્ટ્રીટ લાઈટનું કામ રૂા.૧૮ લાખના ખર્ચે કામ,૧૫% વિવેકાધીન યોજના, વર્ષ-૨૦૨૩/૨૪ ગ્રાન્ટ અંતર્ગત મોતીપુરા ડ્રેનેજ પંપીગ સ્ટેશન તથા સુએઝફાર્મ પાસે આવેલ ડ્રેનેજ પંપીગ સ્ટેશનમાં જરૂરીયાત મુજબના સ્લજ મોટર પંપ સેટ,પેનલ, કેબલ એસેસરી ફીટીંગ સાથેનું કામ રૂા.૨૫ લાખનું કામો, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના,યુ.ડી.પી-૮૮, વર્ષ-૨૦૨૩/૨૪ ગ્રાન્ટ અંતર્ગત DI K-7 પાઈપ લાઈનના કામો અને જુદા જુદા વિસ્તારોમાં સ્ટોનવેર ગટર પાઈપ લાઈનનું કામ,સી.સી.રોડનું કામ અને વહેરામાં ગરનાળાનું કામ રૂા.૯૦ લાખના કામો સાથે કરોડોના વિકાસ કામો થકી નગરજનોની સુખ- સુવિધામાં વધારો કરવામાં આવશે.અને કપડવંજ નગર સેવા સદન પણ નગરજનોની સુખાકારી માટે કટિબદ્ધ છે. તેમ જણાવી સૌ નગરજનોને શહેરમાં સ્વચ્છતા જાળવવા અને સમયસર ટેક્ષ ચૂકવી નાગરિક તરીકેની ફરજ બજાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ઉપપ્રમુખ નિરવ પટેલ,ચીફ ઓફિસર કૈલાસબહેન પ્રજાપતિ સહિત નગરપાલિકાના સદસ્યો, અધિકારીઓ, કર્મચારીઓ, આમંત્રિતો પ્રતિષ્ઠિત,નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.