બેઠકમાં જિલ્લા કલેકટરઆર.કે.મહેતાએ સુચનો કરતાં જણાવ્યું કે, જિલ્લામાં ફેટલ ડેથ થયાં હોય તેવી જગ્યાઓની જોઈન્ટ વિઝિટ કરવા, હિટ એન્ડ રનના કેસમાં ભોગ બનનારના વાલી-વારસને શોધીને તેમને નિયમોનુસાર મળવા પાત્ર સહાયની સમયસર ચૂકવણી કરવા, જરૂર જણાય ત્યાં સાઈનેજીસ લગાવવા, વોર્નીંગ બોર્ડ મુકવા જરૂરી સુચનો કર્યો હતાં.
હેલ્મેટ પહેર્યાં વગરના તેમજ રોંગ સાઇડમાં વાહન ચલાવનાર વાહન ચાલકો સામે નિયમોનુસાર દંડની કાર્યવાહી હાથ ધરવાની સાથે જરૂર પડ્યે લાઇસન્સ સસ્પેન્ડ કરવા કલેકટરશ્રીએ આદેશ આપ્યો હતો.રોડ સેફ્ટીના નિયમોથી વાહન ચાલકો માહિતગાર થાય તે માટે જન જાગૃત્તિના કાર્યક્રમો કરવા સુચનો કર્યાં હતા.
બેઠકમાં આર. ટી. ઓ. ઓફિસરશ્રીએ સંબંધિત વિભાગો દ્વારા કરેલ કામગીરીના અહેવાલ અંગે ચર્ચા કરી હતી.
બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.હર્ષદ પટેલ,નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવાણી સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.