આ પરંપરાની શરૂઆત આજથી 95 વર્ષ પહેલાં ગામના અગ્રણી છગનદાસ પંચાલ દ્વારા કરવામાં આવી હતી. એમના પુત્ર ગોરધનદાસના જન્મદિવસે એ સમયે ખેતીમાં બળદોનું મહત્વ ધ્યાનમાં રાખીને ગામમાં આ અનોખી પ્રથા શરૂ કરવામાં આવી હતી. નક્કી કરવામાં આવ્યું કે દર વર્ષે શ્રાવણ વદ અગિયારસે બળદોને આરામ આપવામાં આવશે, તેમને એ દિવસે કોઈ કામમાં ન જોડવામાં આવે.
આ દિવસે સંપૂર્ણ ગામમાં બળદોને આરામ આપવામાં આવે છે.
ગામના શ્રીબાલા હનુમાનજી મંદિર ખાતે સામૂહિક હવન અને ધાર્મિક વિધિઓ યોજાય છે.
પંચાલ પરિવાર તથા એમના વંશજો – જેમા સ્વ કનુભાઈ, વાડીલાલ, વિનુભાઈ, સ્વમફતલાલ, મનુભાઈ, ભરતભાઈ, મનીષભાઈ, પરેશ ભાઈ, દીપેશભાઈ, મુકેશભાઈ, શૈલેષભાઈ અને દિનેશભાઈ સહિત પરંપરા જાળવી રાખે છે.
હવન પછી શ્રી બાલાહનુમાનજીની ધજા ચડાવવામાં આવે છે અને ગામજનોને ચા-નાસ્તો આપવામાં આવે છે.
આધુનિક ખેતીમાં ભલે ટ્રેક્ટરનો ઉપયોગ થતો હોય, પરંતુ સબોસણ ગામ આજે પણ આ પ્રથા નિષ્ઠાપૂર્વક પાળે છે. આ તહેવાર આપણને યાદ અપાવે છે કે અમૂલ્ય પશુઓ માત્ર શ્રમ સાધન નથી પરંતુ આપણા પરિવારનો હિસ્સો છે.
આ રીતે “અણુ જો” તહેવાર માત્ર ધાર્મિક વિધિ ન રહી, પરંતુ પ્રાણીપ્રેમ, આદર અને સહઅસ્તિત્વનો જીવંત સંદેશ છે, જે સબોસણ ગામે 95 વર્ષથી અવિરત રીતે ઉજવાતો રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel