Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 27°C

સંપ્રદાયો એ સનાતન પ્રવાહમાંથી બનેલાં સરોવરો છે, સનાતનનાં મૂળ રહેશે બાકી વીરડા સુકાઈ જશે – ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા

સંપ્રદાયો એ સનાતન પ્રવાહમાંથી બનેલાં સરોવરો છે, સનાતનનાં મૂળ રહેશે બાકી વીરડા સુકાઈ જશે – ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા

ભરવાડ સમાજ દ્વારા ધર્મ અને સંસ્કૃતિનાં જતન માટે બાવળિયાળીમાં યોજાયેલ ભાગવત કથા પૂર્ણાહુતિ સાથે વ્યાસપીઠની ૧૧ લાખ વૃક્ષો વાવવાની ટહેલનો રામબાપુ દ્વારા સહર્ષ સ્વીકાર થયો. કથા વિરામ સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ કહ્યું કે, સંપ્રદાયો એ સનાતન પ્રવાહમાંથી બનેલાં સરોવરો છે, સનાતનનાં મૂળ રહેશે બાકી વીરડા સુકાઈ જશે.

સંત નગાલાખા બાપા ઠાકર મંદિર પુનઃ પ્રાણપ્રતિષ્ઠા તથા શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાન ગાથા પ્રસંગમાં સંતો, મહંતો અને મહાનુભાવોએ મોટી સંખ્યામાં લાભ લીધો. કથા વિરામ સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ કહ્યું કે, સંપ્રદાયો એ સનાતન પ્રવાહમાંથી બનેલાં સરોવરો છે, સનાતનનાં મૂળ રહેશે બાકી વીરડા સુકાઈ જશે. ભરોસો, ભોળપણ અને ભાવ એ ગોકુળિયાઓને કૃષ્ણની નજીક રાખે છે, બાકી કપટ તો કૃષ્ણથી દૂર રાખે.

ભાગવત કથા કૃષ્ણ ચરિત્ર પ્રસંગનાં વર્ણન નિરૂપણ કરતાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ શિસ્ત, અનુશાસન અને ચારિત્ર્ય નિર્માણ માટે સંદેશો આપ્યો.

ભરવાડ સમાજ દ્વારા ધર્મ અને સંસ્કૃતિનાં જતન માટે બાવળિયાળીમાં યોજાયેલ ભાગવત કથા પૂર્ણાહુતિ સાથે વ્યાસપીઠની ૧૧ લાખ વૃક્ષો વાવવાની ટહેલનો રામબાપુ દ્વારા સહર્ષ સ્વીકાર થયો અને આસપાસનાં વિસ્તારમાં સઘન ઝુંબેશ માટે સૌએ તૈયારી બતાવી.

ભાગવત ગાથા પ્રસંગે રાજ્યનાં મંત્રી કુંવરજી બાવળિયા, સાંસદ શક્તિસિંહજી ગોહિલ, દંડક જગદીશભાઈ મકવાણા, કથાકાર દયાગિરિજી ગોસ્વામી તથા રાજેન્દ્રગિરી ગોસ્વામી, ધારાસભ્ય કાળુભાઈ ડાભી તથા સેજલબેન પંડ્યા,
રાજીવભાઈ પંડ્યા, મહાવીરસિંહ ચુડાસમા, મહેન્દ્રસિંહ સરવૈયા,
રેખાબેન ડુંગરાણી, કિશોરભાઈ ભટ્ટ, હાસ્ય કલાકાર સુખદેવ ધામેલિયા, સહિત રાજકીય સામાજિક મહાનુભાવો મોટી સંખ્યામાં જોડાયાં.

કથા પૂર્ણાહુતિ સાથે ઠાકરધામ મહંત રામબાપુનાં સાનિધ્ય સાથે લઘુમહંત ગોપાલ ભગત દ્વારા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં હસ્તે પોથી માથે ધરી હતી.

ભાગવત ગોપ જ્ઞાન ગાથામાં દૂર સુદુરથી ભરવાડ સમાજ ઉપરાંત મોટી સંખ્યામાં ભાવિક શ્રોતાઓએ લાભ લીધો.

દાતાઓ, કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો સાથે સુરક્ષા, આરોગ્ય, વીજળી તંત્ર, પાણી પૂરવઠા, માર્ગ વિભાગ સહિત તમામ સરકારી વિભાગોનો સહયોગ રહ્યો.

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.