દશેરાના મહા દિવસે ક્ષત્રીય સમાજે મોટી બાઈક રેલી કાઢી ને એવી સ્કૂલના મૈદાનમાં શસ્ત્ર પૂજા કરી હતી , રાજસ્થાનના અપક્ષ અને ક્ષત્રિય યુવા નેતા રવીન્દ્ર ભાટી આ પૂજામાં હાજર રહી પૂજા કરી હતી .
દર વર્ષની જેમ ક્ષત્રીય સમાજે ચિત્રા મંદિરે થી શહેર ના રાજમાર્ગો પ્ર બાઈક રેલી કાઢી એવી સ્કૂલ ના મેદાનમાં પોહચી હતી. જ્યાં સમાજ દ્વાર શસ્ત્ર ની પૂજા વિધિ કરવામાં આવી હતી , પરંતુ આ વર્ષે પૂજન વિધિમાં રાજકીય રંગ દેખાયો હતો મુખ્ય અતિથિ તરીકે રાજસ્થાનના અપક્ષ ઉમેદવાર અને સમાજના યુવા નેતા રવીન્દ્ર ભાટી ને બોલવામાં આવ્યા હતા જ્યાં તેઓએ પણ પૂજા વિધિ કરી હતી અને જણાવાયું હતુ કે ” અમે મુહ તોડ જવાબ આપીશું ” રાજસ્થાન કે ગુજરાત જ નહીં પરંતુ મધ્ય પ્રદેશ , ઉત્તર પ્રદેશ જ્યાં જ્યાં અમારી વસ્તી છે ત્યાં તેઓને બતાવી દેશુ.
આ તકે ભાવનગર યુવરાજ જયવિરરાજ સિંહે જણાવ્યું સમાજને રવિન્દ્ર ભાટી જેવા નીડર નેતાઓ ની જરૂર છે , યુવરાજે સમગ્ર ટીમ ને અભિવાદન આપ્યા હતા અને સૌ ની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી .