Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026

શિવભદ્રસિંહજી ગોહિલની ચિરવિદાયથી રાજવી પરિવાર સાથે ગોહિલવાડને પડી ખોટ

શિવભદ્રસિંહજી ગોહિલની ચિરવિદાયથી રાજવી પરિવાર સાથે ગોહિલવાડને પડી ખોટ

મહારાજા શિવભદ્રસિંહજી ગોહિલની ચિરવિદાયથી રાજવી પરિવાર સાથે ગોહિલવાડને ખોટ પડ્યાનું જણાવી ભાવનગર જિલ્લા ભાજપ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.

ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અધ્યક્ષ રાઘવજી મકવાણાએ શ્રદ્ધાંજલિ પાઠવતાં જણાવ્યું કે, સ્વર્ગસ્થ શિવભદ્રસિંહજી ગોહિલ હંમેશા હસતો ચહેરો પ્રેરણા રૂપ રહ્યો છે. પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનાં સ્મરણ સાથે ગૌરવવંતા રાજવી પરિવારમાં શિવભદ્રસિંહજી ગોહિલની વિદાય માત્ર ભાવનગર નહિ, સહિત ગોહિલવાડ પંથક માટે ખોટ પડી છે.

પક્ષીવિદ્દ અને પર્યાવરણ પ્રેમી રહેલાં મહારાજા શિવભદ્રસિંહજી ગોહિલની ચિરવિદાયથી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજી મકવાણા સાથે ઉપપ્રમુખો હર્ષદભાઈ દવે, ઉમેશભાઈ મકવાણા, નાનુભાઈ ડાખરા, રાજુભાઈ બાબરિયા, ગાયત્રીબા સરવૈયા, જ્યોત્સનાબેન ભટ્ટ, નારુભાઈ ખમળ તથા જગદીશભાઈ મકવાણા અને મહામંત્રીઓ ચેતનસિંહ સરવૈયા, ભરતભાઈ મેર તથા રાજેશભાઈ ફાળકી સાથે સમગ્ર જિલ્લા ભાજપ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે, તેમ પ્રવક્તા અને પ્રચાર સંયોજક કિશોર ભટ્ટ તથા સહ સંયોજક મૂકેશ પંડિતની યાદી દ્વારા જણાવાયું છે.

 

 

રિપોર્ટર -મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.