click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મુંબઈમાં ચોંકાવનારી ઘટના : ‘કલ્મા’ ન પઢતા ગાર્ડ્સ પર હુમલો, ફડણવીસે NIA તપાસનો આદેશ આપ્યો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મુંબઈમાં ચોંકાવનારી ઘટના : ‘કલ્મા’ ન પઢતા ગાર્ડ્સ પર હુમલો, ફડણવીસે NIA તપાસનો આદેશ આપ્યો
Gujarat

મુંબઈમાં ચોંકાવનારી ઘટના : ‘કલ્મા’ ન પઢતા ગાર્ડ્સ પર હુમલો, ફડણવીસે NIA તપાસનો આદેશ આપ્યો

27 એપ્રિલ 2026ના રોજ મીરા રોડના નયા નગર વિસ્તારમાં ઝૈબ ઝુબૈર અંસારી નામના શખ્સે નિર્માણાધીન ઈમારતના બે સુરક્ષાકર્મીઓ, સુબ્રતો સેન અને રાજકુમાર મિશ્રા પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીએ ગાર્ડ્સને તેમનો ધર્મ પૂછ્યો હતો અને ‘કલમા’ પઢવા માટે દબાણ કર્યું હતું.

Last updated: 2026/04/29 at 11:25 એ એમ (AM)
One India News Team
Share
4 Min Read
SHARE
Highlights
  • મીરા રોડમાં બે સુરક્ષાકર્મીઓ પર છરી વડે જીવલેણ હુમલો
  • આરોપીએ પહેલા પીડિતોનો ધર્મ પૂછીને હુમલો કર્યો
  • FIRમાં હત્યાના પ્રયાસ સાથે ધાર્મિક દ્વેષની કલમો ઉમેરાઈ
  • ATS દ્વારા UAPA હેઠળ તપાસ શરૂ
  • ઘરમાંથી ISIS જોડાવાની ઇચ્છા દર્શાવતા દસ્તાવેજો મળ્યા
  • ઘરમાંથી ISIS જોડાવાની ઇચ્છા દર્શાવતા દસ્તાવેજો મળ્યા

મીરા રોડના નયા નગર વિસ્તારમાં 27 એપ્રિલ 2026ના રોજ બનેલી ચોંકાવનારી ઘટનામાં ઝૈબ ઝુબૈર અંસારી નામના શખ્સે નિર્માણાધીન ઇમારતમાં કામ કરતા બે સુરક્ષાકર્મીઓ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં સુબ્રતો સેન અને રાજકુમાર મિશ્રા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Contents
FIR અને કડક કલમોનો ઉમેરો:ધાર્મિક દ્વેષ અને કટ્ટરપંથી એંગલ:ATSના દરોડા અને મહત્વના પુરાવા:ડિજિટલ તપાસ અને લોન-વુલ્ફ એંગલ:વિદેશી કનેક્શનની તપાસ:સીએમ ફડણવીસે કહ્યું – આ પોતાની જાતે કટ્ટરપંથી બનવાનો મામલો લાગે છે

પ્રાથમિક માહિતી મુજબ, આરોપીએ પહેલા ગાર્ડ્સનો ધર્મ પૂછ્યો હતો અને ‘કલમા’ પઢવા માટે દબાણ કર્યું હતું. જ્યારે પીડિતોએ તેની વાતનો વિરોધ કર્યો, ત્યારે તેણે તેમને ચાકૂ વડે ઘા મારી હુમલો કર્યો. આ ઘટનાએ વિસ્તારમાં ભય અને તણાવનું વાતાવરણ સર્જ્યું છે.

FIR અને કડક કલમોનો ઉમેરો:

મીરા રોડ પોલીસે પીડિત સુબ્રતો સેનના નિવેદનના આધારે તાત્કાલિક FIR નોંધાવી હતી. શરૂઆતમાં આરોપી સામે હત્યાના પ્રયાસ અને ગંભીર ઈજા પહોંચાડવાના ગુના નોંધાયા હતા. પરંતુ ઘટનાની ગંભીરતા અને ધાર્મિક ઉશ્કેરણીને ધ્યાનમાં રાખીને પોલીસએ વધુ કડક કલમો ઉમેર્યા છે.

FIRમાં ઉલ્લેખ છે કે આરોપીએ જાણીજોઈને પીડિતોનો ધર્મ જાણી તેમને નિશાન બનાવ્યા હતા, જે બે સમુદાયો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના ઈરાદાને દર્શાવે છે.

Maharashtra Anti-Terrorism Squad (ATS) has launched an investigation into the attack on two security guards near the Asmita Grand Mansion in the Naya Nagar area of ​​Mira Road on 27th April. Security agencies are treating it as a possible "lone wolf" terror attack. The accused,…

— ANI (@ANI) April 28, 2026

ધાર્મિક દ્વેષ અને કટ્ટરપંથી એંગલ:

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હુમલો માત્ર વ્યક્તિગત ઝઘડો નહોતો, પરંતુ તેમાં ધાર્મિક દ્વેષ અને સાંપ્રદાયિક તણાવ ફેલાવવાનો ઇરાદો હોવાની શક્યતા છે. આ કારણે કેસમાં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને સામાજિક અશાંતિ ફેલાવવાના આરોપો પણ ઉમેરવામાં આવ્યા છે.

આ મામલે Maharashtra Anti-Terrorism Squad (ATS)એ પણ તપાસ હાથ ધરી છે. આરોપીના કથિત કટ્ટરપંથી વલણ અને પ્રતિબંધિત સંગઠન ISIS પ્રત્યેના ઝુકાવને ધ્યાનમાં રાખીને, કેસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ તપાસ કરવામાં આવી રહી છે.

ATSના દરોડા અને મહત્વના પુરાવા:

ATS ટીમે મીરા રોડ ઈસ્ટમાં આવેલા આરોપીના ભાડાના મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઘરમાંથી કેટલીક હસ્તલિખિત નોંધો અને ડાયરી મળી આવી હતી.

આ દસ્તાવેજોમાં આરોપીએ ISISમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાનું સામે આવ્યું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આરોપીએ આ હુમલાને આતંકી પ્રવૃત્તિમાં જોડાવાનું ‘પ્રથમ પગલું’ ગણાવ્યું હોવાનો ઉલ્લેખ નોંધોમાં કરવામાં આવ્યો છે.

ડિજિટલ તપાસ અને લોન-વુલ્ફ એંગલ:

તપાસ એજન્સીઓએ આરોપીનો મોબાઈલ ફોન અને લેપટોપ જપ્ત કર્યા છે અને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ઈન્ટરનેટ પર કટ્ટરપંથી સામગ્રી જોતો હતો અને ‘લોન-વુલ્ફ એટેક’ વિશે માહિતી શોધી રહ્યો હતો.

લોન-વુલ્ફ એટેક તેવા હુમલાને કહેવામાં આવે છે જેમાં વ્યક્તિ કોઈ સંગઠનના સીધા સહયોગ વગર એકલા હાથે આતંકી કૃત્ય અંજામ આપે છે. ATS હવે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ડાર્ક વેબ પરની પ્રવૃત્તિઓની પણ તપાસ કરી રહી છે.

વિદેશી કનેક્શનની તપાસ:

ઝુબૈર અંસારી 2010થી 2019 દરમિયાન અમેરિકા રહેતો હતો, જેના કારણે તપાસ એજન્સીઓ હવે તેની વિદેશી સંપર્કોની પણ તપાસ કરી રહી છે. ATS તપાસ કરી રહી છે કે શું તે કોઈ આતંકી હેન્ડલર અથવા નેટવર્ક સાથે જોડાયેલો હતો કે નહીં.

સીએમ ફડણવીસે કહ્યું – આ પોતાની જાતે કટ્ટરપંથી બનવાનો મામલો લાગે છે

સોલાપુરમાં પત્રકારો સાથે વાત કરતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું – આ પોતાની જાતે કટ્ટરપંથી બનવાનો મામલો લાગે છે. એવું જણાય છે કે તે કેટલીક સામગ્રીથી પ્રભાવિત હતો અને તેણે જેવાદ તથા બીજા ધર્મના લોકોને મારવા જેવી વિચારધારાઓની સમજ કેળવી લીધી હતી. આ કહેરપંથ પાછળ કોણ છે અને શું આમાં અન્ય લોકો પણ સામેલ છે. તેની ઊંડી તપાસ કરવામાં આવશે.

વૈશ્વિક આતંકવાદ સૂચકાંકના રિપોર્ટ અનુસાર, છેલ્લા 5 વર્ષમાં પશ્ચિમના દેશોમાં થયેલા 93% પાતક આતંકી હુમલા ‘લોન વુલ્ફ’ દ્વારા કરવામાં આવ્યા હતા. અમેરિકામાં 26 એપ્રિલ 2026ના રોજ પણ ટ્રમ્યના ડિનર કાર્યક્રમમાં એક 31 વર્ષીય શખ્સે અંપાયુંપ ફાયરિંગ કર્યું હતું. આવા ઘણા કિસ્સાઓમાં હુમલાખોર સમાજથી અલગ પડી ગયેલો અનુભવતો હતો અથવા તો બેરોજગાર હતો.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

1st મે ના દિવસે ઓટીટી પર થશે જબરદસ્ત ધમાકો, એક જ દિવસે પાંચ મોટી ફિલ્મો કરાશે સ્ટ્રીમિંગ!

બંગાળના ફાલ્ટામાં EVMમાં ભાજપના બટન પર લગાવી દેવાઈ ટેપ, વિડીયો વાયરલ થયા બાદ હોબાળો

રાજા શિવાજીના એડવાન્સ બુકિંગે મચાવ્યો તોફાન, રિલીઝ પહેલા જ કરોડોની કમાણી

કોર્ટની કડક ટિપ્પણીઓથી કેસમાં મોટો વળાંક : સોનમ રઘુવંશીને જામીન, તપાસ એજન્સીઓ પર ઉઠ્યા સવાલ

ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન : પીએમ મોદીએ કહ્યું – યુપી માટે નવી લાઇફલાઇન, મેરઠથી પ્રયાગરાજ હવે માત્ર 6 કલાક

TAGGED: @india, ATS Investigation Maharashtra, ATS તપાસ મહારાષ્ટ્ર, Breaking news, Chief Minister Devendra Fadnavis, crime news, Devendra Fadnavis, india news, isis, ISIS Link India, ISIS લિંક ભારત, latest news, Law and order, Lone Wolf Attack India, Maharashtra ATS, maharastra government, maharastra news, Mira Road, Mira Road Attack 2026, Mumbai, Mumbai Crime News Gujarati, mumbai news, news channel in india, newschannelinindia, oneindianews, Religious Violence Case, Terror Investigation, top news channel, topnews, topnewschannelinindia, Zubair Ansari Case, આતંકવાદી તપાસ, કાયદો અને વ્યવસ્થા, ગુના સમાચાર, ઝુબૈર અંસારી કેસ, ધાર્મિક હિંસા કેસ, બ્રેકિંગ ન્યૂઝ, મહારાષ્ટ્ર ATS, મીરા રોડ, મીરા રોડ હુમલો 2026, મુંબઈ ક્રાઇમ ન્યૂઝ ગુજરાતી, મુંબઈ સમાચાર, લોન વુલ્ફ હુમલો ભારત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 29, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article બંગાળ ચૂંટણી 2026 : 142 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન શરૂ, મમતા બેનર્જી અને સુવેંદુ અધિકારીની પ્રતિષ્ઠા દાવ પર
Next Article અમદાવાદમાં NOTA તરફ વળતા મતદારો : રાણીપ, વસ્ત્રાલ અને થલતેજમાં ભારે અસંતોષ, 30 હજારથી વધુ લોકોએ ‘કોઈ નહીં’ પસંદ કર્યું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

1st મે ના દિવસે ઓટીટી પર થશે જબરદસ્ત ધમાકો, એક જ દિવસે પાંચ મોટી ફિલ્મો કરાશે સ્ટ્રીમિંગ!
Gujarat એપ્રિલ 29, 2026
બંગાળના ફાલ્ટામાં EVMમાં ભાજપના બટન પર લગાવી દેવાઈ ટેપ, વિડીયો વાયરલ થયા બાદ હોબાળો
Gujarat એપ્રિલ 29, 2026
રાજા શિવાજીના એડવાન્સ બુકિંગે મચાવ્યો તોફાન, રિલીઝ પહેલા જ કરોડોની કમાણી
Gujarat એપ્રિલ 29, 2026
કોર્ટની કડક ટિપ્પણીઓથી કેસમાં મોટો વળાંક : સોનમ રઘુવંશીને જામીન, તપાસ એજન્સીઓ પર ઉઠ્યા સવાલ
Gujarat એપ્રિલ 29, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?