ખેડા જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે નર્મદા હોલ, સ્વર્ણિમ સંકૂલ-૧, ગાંધીનગર ખાતે આયોજિત રાજ્ય કક્ષાના સુશાસન દિવસની ઉજવણી કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજંયતીના દિવસે આયોજિત સુશાસન દિવસની ઉજવણી કાર્યક્રમના જીવંત પ્રસારણમાં જિલ્લાના તમામ અધિકારીગણ પણ જોડાયા હતા.
આ કાર્યક્રમમાં “મારી યોજના” પોર્ટલ, સ્વાગત 2.O પોર્ટલ, કનેક્ટ ગુજરાત, ઈ-સરકારમાં સ્પીચ ટુ એક્ટની નવીન શરૂઆત, IGOT કર્મયોગી પોર્ટલ વગેરે જેવી વિવિધ નવીનતમ બાબતોની મુખ્યમંત્રી દ્વારા દ્વારા શરૂઆત કરવામાં આવી હતી જેની જિલ્લાના તમામ અધિકારી દ્વારા નોંધ લેવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવાએ તમામ અધિકારીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવા જણાવ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ તમામ અધિકારીશ્રીને સરકારની યોજનાઓની માહિતી મહત્તમ લોકો સુધી સોશિયલ મીડિયા દ્વારા કેવી રીતે પહોંચાડી શકાય તે અંગે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.
આ પ્રસંગે પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, અધિક નિવાસી કલેક્ટર જે.બી.દેસાઈ, પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.