click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જિઓ-પોલિટિકલ તણાવમાં વધારો થતાં શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, આઈટી શેરમાં ગાબડું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > જિઓ-પોલિટિકલ તણાવમાં વધારો થતાં શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, આઈટી શેરમાં ગાબડું
Gujarat

જિઓ-પોલિટિકલ તણાવમાં વધારો થતાં શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, આઈટી શેરમાં ગાબડું

જિઓ-પોલિટિકલ તણાવમાં થઈ રહેલા વધારાના પગલે શેરબજાર કડડભૂસ થયા છે. આજે સપ્તાહની શરૂઆતમાં જ સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ તૂટ્યો છે.

Last updated: 2025/06/23 at 11:21 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

વિશ્વભરમાં વધતા જિ઼ઓ-પોલિટિકલ તણાવના કારણે ભારતીય શેરબજારમાં આજે સપ્તાહની શરૂઆત જ ભારે ધડાકાથી થઈ છે. સેન્સેક્સમાં 900 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટી પણ 250થી વધુ પોઈન્ટ તૂટી ગઈ છે. લગભગ 10:30 વાગ્યે સેન્સેક્સ 739.16 પોઈન્ટ ઘટીને 81,669ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 222.80 પોઈન્ટ તૂટી 24,890.30 પર પહોંચી હતી. આ ધડાકાની સીધી અસર રોકાણકારોના મૂડીબજારમાં પડી છે અને તેઓના કુલ મૂડીમાં અંદાજે રૂ. 2 લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે.

બીએસઈના કુલ 3,824 ટ્રેડ થયેલા શેરોમાંથી માત્ર 1,379 શેરમાં વધારો જોવા મળ્યો જ્યારે 2,218 શેર ઘટાડામાં રહ્યાં. 161 શેરમાં અપર સર્કિટ લાગી હતી અને 210 શેર લોઅર સર્કિટમાં પહોંચી ગયા હતા. સેન્સેક્સના 30 શેરમાંથી માત્ર BEL (2.19%), ટ્રેન્ટ (0.24%) અને અદાણી પોર્ટ્સ (0.12%) જ લીલા ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા, બાકીના તમામ શેર ભારે દબાણ હેઠળ હતા.

આ ભયાનક કડાકા પાછળ અનેક આંતરરાષ્ટ્રીય પરિબળો જવાબદાર છે. મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે અમેરિકા પણ ઔપચારિક રીતે પ્રવેશી ગયું છે. વધુમાં રશિયાએ દાવો કર્યો છે કે અનેક દેશો ઈરાનને પરમાણુ હથિયારો આપવા તૈયાર છે. આજે ઈરાનના વિદેશ મંત્રી રશિયા પ્રમુખ પ્યુટિન સાથે બેઠક કરશે, જેનાથી યુદ્ધની તીવ્રતા વધવાની શક્યતા છે. આ બધાના પગલે વૈશ્વિક બજાર સહિત ભારતીય શેરબજાર પણ ડગમગી ગયું છે.

અંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ ભારે ઉછાળો આવ્યો છે. ઈરાનની સંસદે ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ નામના મહત્ત્વના દરિયાઈ માર્ગને બંધ કરવાની મંજૂરી આપતા વિશ્વભરમાં ઊથલપાથલ મચી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 2% ઉછાળો આવતાં તે 78 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું છે, જ્યારે WTI ક્રૂડ 1.7% વધીને 75 ડોલર પ્રતિ બેરલના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝથી દુનિયાને મળતા ક્રૂડ ઓઈલના અંદાજિત 30–40% પુરવઠાને ખોરવાય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાઓમાં ચિંતાનો માહોલ છે.

આજના કારોબાર દરમિયાન રૂપિયો પણ ભારે દબાણ હેઠળ રહ્યો. ડોલર સામે રૂપિયો 27 પૈસા તૂટી 86.82 પર ટ્રેડ થઈ રહ્યો છે. ક્રૂડના ભાવમાં થયેલા ભડકાને કારણે ભારત પર આયાત ખર્ચનો ભાર વધ્યો છે અને ડોલરની માંગ વધતાં તે મજબૂત બન્યું છે. આ પરિસ્થિતિમાં રોકાણકારો સાવધાનીથી આગળ વધી રહ્યાં છે અને માર્કેટમાં ભારે ચાંપતો માહોલ સર્જાયો છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

You Might Also Like

હોર્મુઝની ખાડી બંધ થાય તો ભારતનું 20 લાખ બેરલ ક્રૂડ અટકી જશે, 40 ટકા સપ્લાય ખોરવાશે

એર ઈન્ડિયાનો નવો નિર્ણય, 15 જુલાઈ સુધી મુંબઈ-અમદાવાદ સહિત આ રૂટની ફ્લાઈટ્સમાં કરાયો ઘટાડો

ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનથી 1713 નાગરિકો વતન પરત, 285 મુસાફરો સાથેનું વધુ એક વિમાન દિલ્હી પહોંચ્યું

કડીમાં કમળ ખીલ્યું, ભાજપના રાજેન્દ્ર ચાવડાની શાનદાર જીત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં ધોધમાર વરસાદ, આજે આ જિલ્લામાં યેલો એલર્ટ

TAGGED: @india, BEL, geopolitical tensions, gujarti news, indian share market, IT stocks, Nifty, oneindianews, Sanatan Dharma, Sensex, share market news, stock market, જિઓ-પોલિટિકલ, નિફ્ટી, ભારતીય શેરબજાર, સેન્સેક્સ, સેન્સેક્સ અને નિફ્ટી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 23, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નડિયાદ દ્વારા 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉમળકાભેર ઉજવણી
Next Article ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં ધોધમાર વરસાદ, આજે આ જિલ્લામાં યેલો એલર્ટ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

હોર્મુઝની ખાડી બંધ થાય તો ભારતનું 20 લાખ બેરલ ક્રૂડ અટકી જશે, 40 ટકા સપ્લાય ખોરવાશે
Gujarat જૂન 23, 2025
એર ઈન્ડિયાનો નવો નિર્ણય, 15 જુલાઈ સુધી મુંબઈ-અમદાવાદ સહિત આ રૂટની ફ્લાઈટ્સમાં કરાયો ઘટાડો
જૂન 23, 2025
ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનથી 1713 નાગરિકો વતન પરત, 285 મુસાફરો સાથેનું વધુ એક વિમાન દિલ્હી પહોંચ્યું
Gujarat જૂન 23, 2025
કડીમાં કમળ ખીલ્યું, ભાજપના રાજેન્દ્ર ચાવડાની શાનદાર જીત
Gujarat Mehsana જૂન 23, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?