શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી થી દેશના વડાપ્રધાન બનવા સુધીની ૨૩ વર્ષની વિકાસ યાત્રાની સફળાતાની વાતને સામાન્ય માણસ સુધી પહોંચાડવા તથા ભારતના વિકાસ માટે કટિબદ્ધ થવા રાજ્યભરમાં તા. ૦૭ થી ૧૫ ઓક્ટોબર-૨૦૨૪ સુધી “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લાની તમામ શાળાઓમાં વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત ભારતના વિકાસ માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
જેમાં, ગવર્મેન્ટ સેકન્ડરી સ્કૂલ પોરડા-ફાગવેલ, ભારતી વિનય મંદિર ચકલાસી, સેન્ટ મેરી સ્કૂલ નડિયાદ, સેન્ટ મેરી હાયર સેકન્ડરી સ્કૂલ નડિયાદ, સંત અન્ના હાઇસ્કુલ નડિયાદ, ન્યુ ઈંગ્લીશ સ્કૂલ ફોર ગર્લ્સ નડિયાદ, બાસુદીવાલા સ્કૂલ નડિયાદ, શ્રી સરસ્વતી વિદ્યા મંદિર સુરાસામળ, સરદાર પટેલ વિનય મંદિર મહોળેલ, મનહર વિદ્યાલય વલેટવા, જ્યોતિ હાઈસ્કુલ વડોલ, શાહ એમ.ડી.હાઈસ્કુલ જહેર, શ્રી આર.પી.પટેલ એન્ડ સન્સ હાઈસ્કૂલ ડાકોર, સંસ્કાર વિદ્યાલય નડિયાદ સહિતની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભારત વિકાસ માટે પ્રતિજ્ઞા લીધી હતી.