ગોહિલવાડ સહિત ગુજરાતનાં ગૌરવરૂપ લોકભારતી સણોસરામાં અભ્યાસક્રમ શિક્ષણ સાથે જીવનની કેળવણી માટે લોકભારતી સણોસરામાં વિધાર્થીઓ પ્રવેશતાં રહ્યાં છે.
શિક્ષણ અને કેળવણીને કેન્દ્રમાં રાખતી આ સંસ્થામાં લોકવૈજ્ઞાનિક અને શિક્ષણવિદ્ અરુણભાઈ દવેનાં માર્ગદર્શન સાથે લોકભારતી વિશ્વવિદ્યાલયનો ઉમેરો થતાં પૂરા પંથક અને અન્યત્રનાં વિધાર્થીઓને વિવિધ અભ્યાસક્રમો માટે તક પ્રાપ્ત થઈ છે.
લોકભારતી ( યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન ) દ્વારા કૃષિ, ગ્રામવિકાસ, પશુપાલન અને દૂધ ઉત્પાદન, બાગાયત, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ, કૃષિ ખાદ્ય પ્રક્રિયા, માહિતી અભ્યાસક્રમ, વિજાણું વ્યાપાર, કૌશલ્ય સહિતનાં ( બી.આર.એસ. એગ્રોનોમી, બી.આર.એસ. એનિમલ હસબન્ડરી ડેરી સાયન્સ, બી.આર.એસ. હોર્ટિકલ્ચર, બી.વોક. નેચરલ ઓર્ગેનિક ફાર્મિંગ, બી.વોક. એગ્રો ફૂડ પ્રોસેસિંગ, બી.વોક. આઈ.ટી., બી.વોક. ડિજિટલ માર્કેટિંગ, બહેનો માટે સ્કીલ બી.કોમ., બી.એસ.સી. માઈક્રોબાયોલોજી, બી.એ. ઈંગ્લીશ, બી.બી.એ. મેનેજમેન્ટ, સર્ટિફિકેટ કોર્સ સેનેટરી ઈન્સ્પેક્ટર, એમ.આર.એસ., પી.જી.ડિપ્લોમા સિડ પ્રોડક્શન સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને પી.એચ.ડી. ઈંગ્લીશ રુરલ સ્ટડીઝ ) અભ્યાસક્રમો ચાલી રહ્યાં છે, જે માટે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહેલ છે.
ગોહિલવાડ સહિત ગુજરાતનાં ગૌરવરૂપ લોકભારતી વિશ્વવિદ્યાલય સણોસરામાં અભ્યાસક્રમ શિક્ષણ સાથે જીવનની કેળવણી માટે વિધાર્થીઓ પ્રવેશતાં રહ્યાં છે. અહીંના વિધાર્થીઓ પૈકી ઘણાં તો શરૂ અભ્યાસ દરમિયાન પણ વ્યવસાયિક કારકિર્દીનો પ્રારંભ કરતાં પણ થઈ ગયા છે.
લોકભારતી ( યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન ) સણોસરાનાં વડા રાજેન્દ્રભાઈ ખીમાણીનાં માર્ગદર્શન સાથે ભૌતિકભાઈ લીંબાણી અને વિશાલભાઈ ભાદાણીનાં સંકલનથી દેશનાં ૧૨ જેટલાં રાજ્યોમાં પ્રત્યક્ષ ( ઈન્ટર્નશીપ ) તાલીમ પ્રાપ્ત થઈ રહી છે. અહીંયા વર્ગ શિક્ષણ કરતાં વધુ સંશોધનાત્મક અને પ્રાયોગિક શિક્ષણ મળી રહ્યું છે, જે સમગ્ર રાષ્ટ્રમાં પ્રથમ ત્રણ પૈકી એક આ સંસ્થામાં પ્રાપ્ય છે. આમ, સંપૂર્ણ જીવનલક્ષી તથા રોજગારલક્ષી અભ્યાસક્રમોમાં ( વિનયન, વાણિજ્ય, ડિપ્લોમા ) કૃષિ અભ્યાસો માટે પણ તક રહેલી છે. આ માટે વિધાર્થીઓ પ્રવેશતાં રહ્યાં છે.