સુપ્રીમ કોર્ટ તરફથી દિલ્હી સરકારને દિલ્હી-મેરઠ રિજનલ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમપ્રોજેક્ટને લઈને મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે, દિલ્હી સરકાર દ્વારા પ્રોજેક્ટ માટે ફંડ ન આપવા પર સુપ્રીમ કોર્ટ નારાજ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, દિલ્હી સરકાર એક સપ્તાહની અંદર 415 કરોડ રૂપિયા આપે. કોર્ટે વધુમાં કહ્યું છે કે, જો પ્રોજેક્ટ માટે પૈસા નહીં આપવામાં આવે તો દિલ્હી સરકારનું એડવર્ટાઈઝિંગ બજેટ રોકી દેવામાં આવશે અને પ્રોજેક્ટ માટે ફંડ આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને એક સપ્તાહનું અલ્ટીમેટમ આપ્યું છે. કોર્ટ આ કેસમાં આગામી સુનાવણી 28 નવેમ્બરે હાથ ધરશે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી
દેશની સર્વોચ્ચ અદાલતે દિલ્હી સરકારને ફટકાર લગાવી છે અને કહ્યું છે કે, દિલ્હી સરકાર પાણીપત કોરિડોર હેઠળ બનાવવામાં આવી રહેલા RRTS પ્રોજેક્ટ માટે તેના હિસ્સાનું ભંડોળ પૂરું પાડી શકી નથી. નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે, જો તમે તમારા હિસ્સાના પૈસા નહીં આપો તો અમારે તમારા જાહેરાત બજેટ પર રોક લગાવવી પડશે અને તે બજેટ જપ્ત કરવું પડશે.કોર્ટે કહ્યું કે, દિલ્હી સરકારનું ત્રણ વર્ષ માટે જાહેરાત માટેનું બજેટ 1100 કરોડ રૂપિયા છે અને આ વર્ષનું બજેટ 550 કરોડ રૂપિયા છે, પરંતુ સરકાર આ જાહેર હિતના પ્રોજેક્ટ માટે 415 કરોડ રૂપિયાની બાકી રકમ ચૂકવી રહી નથી. સંબંધિત રાજ્ય સરકારોએ પણ આ પ્રોજેક્ટમાં પોતાનો હિસ્સો ચૂકવવો પડશે. કોર્ટે દિલ્હી સરકારને એક સપ્તાહમાં 415 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવા કહ્યું હતું.
1 સપ્તાહમાં 415 કરોડ આપો, નહીં તો…
કોર્ટે જાહેરાતના બજેટમાંથી આ લેણાં ચૂકવવાનું કહ્યું છે. અન્યથા જાહેરાતનું બજેટ જોડવાની ચેતવણી આપવામાં આવી છે. દિલ્હી સરકારે અમારા આદેશને ધ્યાનમાં રાખવો જોઈએ અને એક અઠવાડિયાની અંદર બાકી ચૂકવણી કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે, જો દિલ્હી સરકાર એક સપ્તાહની અંદર આ પ્રોજેક્ટ માટે તેના હિસ્સાના પૈસા નહીં આપે તો દિલ્હી સરકારનું એડવર્ટાઈઝિંગ ફંડ RRTS પ્રોજેક્ટ ને આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી 28 નવેમ્બરે કરશે.