ખેડા નડિયાદ પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક નાઓએ મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા તથા બનેલ ગુનાના આરોપીઓન રોધી કાઢવા સારુ સુચના આપેલ હોય જે અન્વયે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના ઇ. પોલીસ ઇન્સ્પેક્ટર પી.એસ.બરંડા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પો.સબ.ઇન્સ એન.જે.પંચાલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને બનેલ ગુનો ડીટેકટ કરવા જરૂરી સુચનાઓ આપેલ.
ગઇ તા.૧૫/૦૭/૨૦૨૪ ના રોજ એન.ડી.દેસાઈ હોસ્પીટલમાં નસીંગની પ્રેકટીસ કરતી વિધાર્થીની હોસ્પીટલના સ્ટોર રૂમમાં બેગ મુકી ફરજ ઉપર ગયેલ તે વખતે એક અજાણ્યા ચોર ઇસમે વિધાર્થીનીના બેગમાંથી મોબાઇલ ચોરી કરી લીધેલ જે બાબતે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુર.નં. ૧૧૨૦૪૦૪૬૨૪૦૫૪૨/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ (BNS) ૩૦૩(૨) મુજબ નો ગુનો નોંધી સદર હોસ્પીટલમાં લગાવેલ સી.સી.ટી.વી કેમેરાની ફુટેજ જોતા ફુટેજમાં એક ઇસમ શંકમદ જણાય આવેલ જે ફુટેજમાં દેખાતા ઇસમને અંગત બાતમીદારને બતાવી સદર ઇસમ બાબતે કોઇ માહિતી મળે જાણ કરવા જણાવેલ. ગઇકાલ રોજ પો.સબ.ઇન્સ એન.જે.પંચાલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.
સાથેના પો.કો યુવરાજસિંહ તથા પો.કો તુષારભાઈ ખેંગારભાઈ નાઓને બાતમી હકિકત મળેલ છે. એન.ડી.દેસાઈ હોસ્પીટલમાંથી મોબાઇલ ચોરી કરનાર ઇસમ ઉત્તરસંડા ગામે રહેતો અજયભાઇ રોહીત છે. અને તેની પાસે એક ચોરીનો મોબાઇલ ફોન છે. જે મોબાઇલ ફોન લઇને ઉત્તરસંડાથી નડીયાદ એન.ડી. દેસાઇ હોસ્પિટલ આવવા નીકળેલ છે. જેણે તેના શરીરે ભુરા કલરની ગોળ ગળાવાળી ટી-શર્ટ તથા નીચે ભુરા કલરનુ જીન્સનુ પેન્ટ પહેરેલ છે.
જે બાતમી આધારે સદર ઇસમને એન.ડી.દેસાઈ હોસ્પીટલ સામેથી ચોરીના મોબાઈલ સાથે પકડી લઇ ગુના સબંધે યુકતિપ્રયુકતિથી પુછપરછ કરતા ઉપરોકત ગુનાની કબુલાત કરેલ છે. તેમજ આરોપીની વધુ પુછપરછ કરતા આરોપી અગાઉ ચકલાસી પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડાવયેલ હોય અને આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેમજ આવા જ પ્રકારના ગુના કરવાની ટેવવાળો છે.