રાજપૂત યુવાનો તલવારબાજીના દિલધડક કરતબો કરી માતાજીની આરાધના કરી
300 કિલોથી વધુ ફૂલોથી માતાજી ના ચરણ ની આકૃતિ બનાવીતલવાર મહાઆરતી કરવામાં
આવી હતી
તલવાર આરતી જોવા હકડેઠઠ ભીડ જામે છે પૂરતો પોલીસ બન્દોબસ્ત ગોઠવાયો છે
રિયાસાતી રાજવીનગરી રાજપીપલાના મહારાજા ગોહિલ પરિવારની કુળદેવી ગણાતી માં હરસિદ્ધિના મંદિરે આજે સાતમા નોરતે રાજપૂત સમાજના 200 રાજપૂત યુવાનો દ્વારા તલવાર મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.માતાજી પ્રત્યે અપાર શ્રધ્ધા અનેભક્તિભાવ હોવાથી રાજપૂત સમાજ દ્વારા ભારે ઉત્સાહ પૂર્વક આ તલવારી, આરતીનું ભવ્ય આયોજન કરાયું હતું
રિયાસતી રાજવી નગરી રાજપીપલામાં રાજવી મહારાજાઓની હરસિદ્ધિ માતા કુળદેવી ગણાય છે તેથી રાજપુત સમાજ સહીત
નગરજનો ને હરસિદ્ધિ માતા પ્રત્યેક અગાધ શ્રદ્ધા હોઈ રાજપૂત સમાજ તલવાર આરતી દ્વારા માતાજીની આરાધના કરાઈ હતી.
આ પ્રસંગે મહારાણી રુકમીણી દેવી,યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ,રાજવી પરિવાર સહીત રજપૂત સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં સમસ્ત રાજપૂત સમાજ ગુજરાતના નર્મદા જિલ્લા સહિત વડોદરા, સુરત, , ભરૂચ,, છોટાઉદેપુર,ના 200 રાજપૂત યુવાનોએ એક મહિનાની તાલીમ લીધા પછી પ્રેક્ટિસ બાદ તલવારબાજીના દિલધડક કરતબો કરી માતાજીની આરાધના કરી હતી.
આ તલવાર મહા આરતીમાં 300 કિલોથી વધુ ફૂલોથી માતાજી ના ચરણ ની આકૃતિ બનાવી તલવાર મહાઆરતી કરવામાં
આવી હતી.
હરસિધ્ધિ માતાજીના મંદિરે સમસ્ત રાજપુત સમાજ ગુજરાતના ૫૦૦થી વધું રાજપુત યુવાનો સાંજે નટવરનિવાસથી માતાજીની પાલખી સાથે શોભા યાત્રા કાઢી હરસિધ્ધિ માતાજીના મંદિરે પહોંચ્યાં હતાં.ત્યાર બાદ સાંજે 200જેટલાં રાજપૂત યુવાનોએ તલવાર મહાઆરતી કરી હતી.
પારંપરીક રાજપૂત લીબાસમાં સજ્જ થઈને તલવાર આરતી કરી હતી જે લોકઆકર્ષણનું કેન્દ્ર બની હતી. ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે તલવાર મહાઆરતી જોવા હકડેઠઠ ભીડ ઉમટી હતી.