તાપી જિલ્લામાં હિન્દુ રક્ષક સમિતિએ વ્યારા ખાતે રેલી યોજી રાષ્ટ્રપતિને સંબોધી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું..
ભારત સરકાર જોડે માંગ કરાઇ કે ત્યાંના હિન્દુની સુરક્ષા પૂરી પાડવામાં આવે…
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક તરીકે બરખાસ્ત કર્યા બાદ બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી હતી જેમાં હિન્દુ ધાર્મિક સ્થળો સહિત હિન્દુઓને ટાર્ગેટ કરી હિન્દુઓ પર અત્યાચારો અને હત્યાઓ કરવામાં આવી રહી છે. અને ઇસ્કોન ના સંત શ્રી ચિન્મય કૃષ્ણ દાસજી ને જેલમાં ધકેલી આ માનવીય કૃત્ય બાંગ્લાદેશની મોજુદા સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના વિરોધમાં સમગ્ર ભારતમાં ઠેર ઠેર હિન્દુઓ વિરોધ નોંધાઈ રહ્યા છે ત્યારે તાપી જિલ્લામાં હિન્દુ હિત રક્ષક સમિતિ એ વ્યારા ખાતે રેલી યોજી રાષ્ટ્રપતિને સંબોધી ને તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.
જેમાં માંગ કરાય કે ભારત સરકાર બાંગ્લાદેશનાં હિન્દુઓ સહિત ત્યાંના ધાર્મિક સ્થળોની સુરક્ષા પૂરી પાડવામાં આવે અને ઇસ્કોન ના સંત ચિન્મય દાસજી ને જેલમાંથી મુક્ત કરવામાં આવે તેવી માંગ કરાઇ…