Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 29°C

ખેડા જિલ્લાના કઠલાલમાં ૯ વર્ષીય વિદ્યાર્થિનીની છેડતીના બનાવમા આરોપી શિક્ષક સસ્પેન્ડ

ખેડા જિલ્લાના કઠલાલમાં ૯ વર્ષીય વિદ્યાર્થિનીની છેડતીના બનાવમા આરોપી શિક્ષક સસ્પેન્ડ

ખેડા જિલ્લામાં કઠલાલ પંથકની એક શાળામાં ભણતી ૯ વર્ષની વિદ્યાર્થિનીને શારિરીક અડપલાં કરતા મામલો પોલીસ મથકે નોંધાયો હતો, જેમાં પોલીસે આ બાબતે ગુનો રજીસ્ટર કરી શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જે બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ બેશરમ શિક્ષકને ફરજ પરથી સસ્પેન્ડ કરી દીધા હોવાનું જાણવા મળે છે. આ સાથે પોલીસે પીઠાઈ ગામનો અખ્તરઅલી મહેમુદમીયા સૈયદ (ઉં.વ.૫૦) ની ધરપકડ કરી છેડતીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.