જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. સામાન્ય માણસ હોય કે ખાસ વ્યક્તિ, નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા હુમલાથી દરેક વ્યક્તિ દુઃખી અને આઘાતમાં છે. આખો દેશ 28 પ્રવાસીઓના મૃત્યુનો બદલો લેવા માટે ઉત્સુક છે. ભારત સરકારે પાકિસ્તાન અંગે પણ ઘણા કડક નિર્ણયો લીધા છે. હવે દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પણ પહેલગામ હુમલા પર શોક વ્યક્ત કર્યો છે અને તમામ ઘાયલોને મફત સારવાર આપવાની વાત કરી છે.
Shri. Mukesh D Ambani, Chairman and Managing Director, Reliance Industries Limited
“I am joined by everyone in the Reliance family in mourning the deaths of innocent Indians in the barbaric terrorist attack in Pahalgam on 22nd April 2025. We offer our heartfelt condolences to… pic.twitter.com/6hR0hsCii4
— Reliance Industries Limited (@RIL_Updates) April 24, 2025
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ધીરુભાઈ અંબાણીએ જણાવ્યું હતું કે, “પહલગામમાં થયેલા બર્બર આતંકવાદી હુમલામાં નિર્દોષ ભારતીયોના મોત પર રિલાયન્સ પરિવાર શોક વ્યક્ત કરે છે. અમે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરીએ છીએ. હુમલામાં ઘાયલ થયેલા તમામ લોકો ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થાય તેવી અમે કામના કરીએ છીએ. મુંબઈમાં અમારી રિલાયન્સ ફાઉન્ડેશન સર એચ એન હોસ્પિટલ તમામ ઘાયલોને મફત સારવાર પૂરી પાડશે.”
તેમણે વધુમાં કહ્યું, “આતંકવાદ માનવતાનો દુશ્મન છે. તેને કોઈપણ રીતે અને કોઈપણ વ્યક્તિ દ્વારા સમર્થન આપવું જોઈએ નહીં. આતંકવાદના ખતરા સામેની નિર્ણાયક લડાઈમાં અમે માનનીય પ્રધાનમંત્રી, ભારત સરકાર અને સમગ્ર દેશની સાથે ઉભા છીએ.”