મહેમદાવાદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટિંગ એન્ડ એવરનેસ કેમ્પ યોજાયો હતો.જેમાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સહિત શહેરની અન્ય કોલેજના વિવિઘ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ ઉત્સાહ પૂર્વક આ કેમ્પનો લાભ લીધો હતો હતો.ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, મહેમદાવાદ બ્રાન્ચ વિવિધ પ્રકારના કેમ્પો યોજીને આમ પ્રજાજનોની વિવિધ પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓમાંથી તેઓને ઉગારવા માટેના સફળ પ્રયત્નો કરી રહી છે.જેને લઈને ખૂબ જ ટૂંકા ગાળામાં મહેમદાવાદ રેડક્રોસ સોસાયટીએ પોતાનું નામ ઉજ્જ્વળ કર્યું છે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચેરમેન વિપુલભાઈ.કે. ઠક્કર, પ્રોગ્રામ ચેરમેન રાકેશભાઈ શાહ, ચેતનભાઇ પટેલ,પીન્ટુભાઇ શેઠ, આસોદર બ્રાંચના ચેરમેન ઉપેન્દ્રભાઈ મેઘા,જયેશભાઈ તથા કાર્યક્રમના કોર્ડીનેટર અશ્વિનભાઈ પટેલ, પ્રિન્સિપાલ સેમ મેથ્સ વગેરેએ પણ ખૂબ જહેમત ઉઠાવી હતી.