થરાદ તાલુકાના લુણાવા ગામે ગતરોજ ૪મી ફેબ્રુઆરીના રોજ શ્રી શેભરીયા ગોગા મહારાજની તિથિ ધામધૂમથી ઉજવાઈ હતી, સમસ્ત ખશાલજી ગેહલોત પરિવાર દ્વારા લુણાવા ગામે બે વર્ષ પૂર્વે શેભરીયા ગોગા મહારાજની પ્રતિષ્ઠા યોજાતા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રતિષ્ઠા દિન નિમિત્તે તિથિની ઉજવણીના ભાગરૂપે ગત ૩ ફેબ્રુઆરીના રોજ રાત્રે રાજન કાપરા સહિતના નામાંકિત કલાકારો દ્વારા ભજન સત્સંગ ડાયરો યોજાયો હતો અને ૪મી ફેબ્રુઆરીના રોજ યજ્ઞ યોજાતા યજ્ઞાચાર્ય શાસ્ત્રીજીના વૈદિક મંત્રોચ્ચાર સાથે યજમાનોએ હવનમાં આહુતિઓ આપી ગોગા મહારાજને પ્રાર્થના કરી હતી, આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, લાખણી તાલુકાના પૂર્વ પ્રમુખ બાબરાભાઈ, લુણાવા ગામના અગ્રણી રમેશભાઈ ફૂલાજી માળી સહિત સમાજના અગ્રણીઓ, વડીલો, યુવાઓ, બહેનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તિથિની ઉજવણીમાં શોભા વધારી હતી.