કરોડો ભાવિક ભક્તોના હૃદયમાં વસતા વીરપુરના ભક્ત સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની 225 મી જન્મ જયંતીની ઉજવણી વાલોડ ખાતે આવેલ મંદિરે ખુબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી..
અંબાજી શેરીમાં આવેલ મંદિરે અને બહાર બહેનો દ્વારા ખુબ સરસ રંગોળી આખા ફળિયામાં કરવામાં આવી હતી તેમજ આખા નગરમાં મુખ્ય માર્ગ રંગોળી થી સુશોભિત કરી દેવામાં આવ્યો હતો.
સવારે 5:30 કલાકે અંબા માતાના મંદિરેથી પ્રભાતફેરી નિકળી આખા નગરમાં ફરી હતી, ત્યારબાદ ૬.૦૦ કલાકે અભિષેક કરવામાં આવ્યો હતો. સાંજે ૪.૦૦ કલાકે અન્નકૂટના દર્શન અને ત્યારબાદ આખા વાલોડ નગરમાં જલારામ બાપાની શોભાયાત્રા નીકળી હતી અને પરત મંદિરે આવતા મહા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ જમનાબેન વાડી ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જગદંબા માતાજી મંદિર સમિતિ દ્વારા કરવામાં આવે છે.