૫૧ વર્ષ પેહલા મહા વદ સાતમ ના દિવસે ભાવનગર લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિર ની સ્થાપના કરાઈ હતી અને નિજ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવ , હરિકૃષ્ણ મહારાજ , ઘનશ્યામ મહારાજ આદિ દેવોની પધરામણી કરવામાં આવી હતી , ત્યાર થી લઈ આજ સુધી ભાવનગર સત્સંગ સમાજ વધતો ગયો છે .
પાટોત્સવના એક દિવસ અગાઉ જળ યાત્રા નું આયોજન કરવામાં આવે છે જેમાં પાલખી માં ઠકોરજી બિરાજે છે , બેન્ડ બાજા , ડી.જે, સત્સંગ મંડળ સાથે શહેરમાં મુખ્ય માર્ગો પર ફરે છે .
આ જળ યાત્રા માં બેહનો અલગ અલગ નદીઓ પાણી ના જલના ઘડા માથે ચડવી યાત્રામાં જોડાય છે .મહા વદ સાતમના દિવસે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર દ્વારા મંદિરમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ , હરિકૃષ્ણ મહારાજ , ઘનશ્યામ મહારાજ ૧૫૦ થી પણ વધુ દ્રવ્યોનો અભિષેક કરવામાં આવે છે જેમાં કેસર જળ , દૂધ , જાડ ની છાલ નું જળ , સરયું નદી નું જળ , ઘેલા નદી નું જળ , પાતાળીઓ કૂવા નું જળ , ગંડકી નદી નું જળ જેવી અનેક પવિત્ર નદીઓ ના જળ મુખ્ય હોય છે .
અભિષેક બાદ ભગવાવન ને ચંદન મો લેપ અને અતર લગાવામાં આવે છે અને ત્યાર બાદ શણગાર આરતી કરવામાં આવે છે જેમાં ભગવાન ને નવા વસ્ત્રો , હીરા જડિત આભૂષણો , અલંકારો ધરવામાં આવે છે અને ત્યાર બાદ ભગવાન ને અન્નકૂટ ધરવામાં આવે છે .
બે દિવસીય કાર્યક્રમમાં ગઢડા , વડતાલ , સાવરકુંડલા તેમજ અન્ય સ્વામિનારયણના મંદિરના સાધુ સંતો ભાવનગર પધાર્યા હતા .
મંદિરના પૂ. લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી , પૂ. અજયશસ્ત્રી સ્વામી , અને પૂ. કીર્તનસાગર સ્વામી દ્વારા ખુબ હેતપૂર્વક સત્સંગ સમાજ ને આશીર્વચન આપ્યા હતા .