Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 31°C

ગુણ ભલે ઓછા આવે જીવનમાં કાયમ જોમ રાખવા વિદ્યાર્થીઓને શીખ

ગુણ ભલે ઓછા આવે જીવનમાં કાયમ જોમ રાખવા વિદ્યાર્થીઓને શીખ

પરીક્ષામાં ગુણ ભલે ઓછા આવે જીવનમાં કાયમ જોમ રાખવા ઈશ્વરિયા માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને શીખ આપવામાં આવી. અહી ધોરણ ૧૦ વિદ્યાર્થી માટે શુભેચ્છા અભિવાદન કાર્યક્રમ યોજાઈ ગયો.

સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામે માધ્યમિક શાળામાં આચાર્ય નીતેશભાઈ જોષીનાં માર્ગદર્શન સાથે ધોરણ ૧૦ વિદ્યાર્થી માટે શુભેચ્છા અભિવાદન કાર્યક્રમ યોજાઈ ગયો. અહીંયા પ્રાથમિક શાળાનાં આચાર્ય હસમુખભાઈ પટેલ, શિક્ષણ પ્રેમી અગ્રણીઓ વીરશંગભાઈ સોલંકી, પ્રમોદભાઈ મહેતા તથા મૂકેશકુમાર પંડિતે કરેલી વાતમાં પરીક્ષામાં ગુણ ભલે ઓછા આવે જીવનમાં કાયમ જોમ રાખવા વિદ્યાર્થીઓને શીખ આપવામાં આવી.

ઈશ્વરિયા સરકારી માધ્યમિક શાળા પરિવારનાં દેવરાજભાઈ ઉકાણી, ચિંતનભાઈ ત્રિવેદી સાથે ભગીરથભાઈ સાંગાનાં આયોજન તળે વાલીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભકામના પાઠવવામાં આવેલ તેમજ વિશિષ્ટ વિદ્યાર્થીનું અભિવાદન કરાયું.

આ શાળામાં અગાઉ સેવા આપેલ શિક્ષક જાહિદભાઈ ગઢેરાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં માધ્યમિક શાળા તથા પ્રાથમિક શાળા દ્વારા આ વિદ્યાર્થીઓને પુરસ્કાર તેમજ શૈક્ષણિક સામગ્રી ભેટ આપવામાં આવેલ. વિદ્યાર્થીઓ દ્વારા શાળાને સ્મૃતિ ભેટ અર્પણ થઈ હતી.

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.