બારડોલી પ્રાંત કચેરી ખાતે ગૌરક્ષકો અને ગૌરક્ષા એન્ડ પર્યાવરણ સંદેશ ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ દ્વારા બારડોલી પ્રાંત અધિકારીને રૂબરૂમાં આવેદનપત્ર પાઠવી કસાઈ/ખાટકીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી
આજરોજ સમસ્ત ગૌરક્ષકો અને ગૌરક્ષા એન્ડ પર્યાવરણ સંદેશ ચેરીટેબલ ટ્રસ્ટના સેવકો મોટી સંખ્યામાં બારડોલી પ્રાંત કચેરી ખાતે ભેગા થયા જેમાં ગૌરક્ષક સાજણ ભરવાડ ગભરુ ભરવાડ જય પટેલ નાગરાજ સતીશ સોની જગદીશ ભરવાડ મોહિત હિરાણી રાજ પટેલ તેમજ સમસ્ત ગૌરક્ષા ટીમ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ ના સુરેશ સિંહ રાજપુત અનિલભાઈ બારોટ ખેમાંગ તિવારી સનાતન સંઘના ઉપદેશ રાણા કરણી સેનાના શંભુ સિંહ દરબાર પ્રાંત કચેરી ખાતે હાજર રહી પ્રાંત અધિકારી સાહેબને રૂબરૂ રજૂઆત કરવામાં આવી કે ગૌ માતાના હથિયારો વિરુદ્ધ કડકમાં કાર્યવાહી કરો અને લેન્ડગ્રેબિંગ તેમજ ગુજસીટોકની જોગવાઈ મુજબ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવે
ગત દિવસોમાં ગૌ માતાની હત્યા તેમજ ગૌ માસની હેરાફેરી કરનાર પકડાયેલ આરોપી ઇમરાન હુસેન સૈયદ અને તેની પત્ની નીલોફર ઇમરાન સૈયદ વિરુદ્ધ ગુજસીટોક ની કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને આ ગૌ માતાનો હત્યારો ઇમરાન હુસેન સૈયદ જે સરકારી જગ્યા પર દબાણ કરીને વસવાટ કરી રહ્યો છે જેઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીગ અને ગુજસીટેક ની ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી
બારડોલી પ્રાંત અધિકારી અને પી.આઈ સાહેબ શ્રી દ્વારા બાંહેધરી આપવામાં આવી કે ગૌમાતા ના હત્યારાઓ અને તેના મળતીયાઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમે ગૌરક્ષકોની સાથે છીએ અને આપની રજૂઆત અમે વળી કચેરી ખાતે પહોંચાડીશું.
આજરોજ સમસ્ત ગૌરક્ષકો અને ગૌરક્ષા એન્ડ પર્યાવરણ સંદેશ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા ગત દિવસોમાં ગૌ માસ હેરાફેરી કરનાર કસાઇ/ખાટકી વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરનાર પીઆઇ સાહેબ અને પોલીસ ટીમનું સ્વાગત કરવામાં આવ્યું મહુવા પી.આઈ સાહેબને ગૌ માતાની પ્રતિમા અને પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું.
રિપોર્ટર-ગભરુ ભરવાડ (સુરત)