નિરંજન પટેલે આ પ્રસંગે જણાવ્યું હતુ કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને વિકસિત ભારત મિશન ૨૦૩૦અને ૨૦૪૭ વિશે જાગૃતિ લાવવાનો છે.
જેમાં કા. કુલપતિ શ્રી નિરંજનભાઈ પટેલ, હિન્દી વિભાગના કન્વીનર અને અધ્યક્ષ પ્રો. . દિલીપ મહેરા, ટેકનિકલ ઓફિસર હાર્દિકભાઈ પંડ્યા અને પ્રોફેસર સતીષ પાંડે મંચ પર હતા. આ કાર્યક્રમમાં ભારતના લગભગ ૯ થી ૧૦ રાજ્યોના શિક્ષકોએ ભાગ લીધો હતો અને ૨૪ જેટલા જાણીતા કવિઓ, સાહિત્યકારો અને વિષય નિષ્ણાતોએ સહભાગીઓને જ્ઞાન આપ્યું હતું. જેમ કે- રાજેશ લાલ મહેરા (ચેરમેન, પબ્લિક સર્વિસ કમિશન, મધ્યપ્રદેશ), અબ્દુલ બિસ્મિલ્લાહ (દિલ્હી), શરણ કુમાર લિમ્બલે (પુણે), અરુણ કમલ (પટના), અનુજ લુગુન (ઝારખંડ), અસ્ટ ભુજા શુક્લા (બસ્તી,ઉત્તર પ્રદેશ), વગેરે. પ્રો. શિવ પ્રસાદ શુક્લા (અલ્હાબાદ,ઉત્તર પ્રદેશ), પ્રો. રામ અહલાદ ચૌધરી (કલકત્તા), પ્રો. યોગેન્દ્ર પ્રતાપ સિંહ (અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ), ભારતી ગોર (ઔરંગાબાદ, મહારાષ્ટ્ર), પ્રો. મલખાન સિંહ (જેએનયુ, દિલ્હી) વ્યંગકાર બાપુરાવ દેસાઈ પ્રો. સતીશ પાંડે (મુંબઈ), પ્રો.સુનિતા સાખરે (મુંબઈ) વગેરે.
આ સમાપન સમારોહમાં તમામ સહભાગીઓએ તેમના અનુભવો અને આ કાર્યક્રમના હકારાત્મક પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા અને કા.કુલપતિ નિરંજનભાઈ પટેલ અને કન્વીનર પ્રો. દિલીપ મહેરાનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રો. નિરંજન પટેલે આ પ્રસંગે જણાવ્યું હતુ કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને વિકસિત ભારત મિશન ૨૦૩૦ અને ૨૦૪૭ વિશે જાગૃતિ લાવવાનો છે.