છેલ્લા ઘણા સમયથી વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંગઠન ના પ્રમુખના નામ માટેની અટકળો ચાલી રહી હતી જે આજરોજ અટકળોનો અંત આવ્યો હતો.
વાલોડ તાલુકા ભાજપા પ્રમુખ તરીકે નવ નિયુક્ત પરિમલસિંહ સોલંકી ની નિમણૂક થતા વાલોડ તાલુકામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે અને નવનિયુક્ત પ્રમુખે ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ સહિત હોદ્દેદારો અને કાર્યકરો ને મળી શુભેચ્છાઓ મેળવી હતી.