” ધી ગ્રેટ ગુજરાતી મેટ્રીમની ” પારિવારિક ફિલ્મ છે , ફિલ્મની મુખ્ય ભૂમિકામાં હિતેન કુમાર , મિત્ર ગઢવી અને સિદ્ધિ ઈડનાની , દેવર્ષિ શાહ , ત્તતસ્ત મુન્શી , સૂચિત ત્રિવેદી અને જ્હાનવી ગુરનાની છે .
ફિલ્મ પ્રમોશન માટે આવેલ હિતેન કુમાર , મિત્ર ગઢવી અને સિદ્ધિ ઈડનાનીએ જણાવ્યું કે ફિલ્મનું ૭૦ ટકા જેટલું શૂટ વરસાદમાં થયેલું છે , જે ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં પેહલી વાર બન્યું છે .
મોટા ભાગની ફિલ્મ વરસાદમાં છે તેમ છતાંય આ એક શુદ્ધ પારિવારિક ફિલ્મ છે જે પરિવાર સાથે બેસી ને માણી શકાય છે .
મિત્ર ગઢવી અને ત્તતસ્ત મુન્શી મળીને એક મેટ્રીમની ચલાવતા હોય છે જેમાં ૭૦ વર્ષીય રુસ્તમ એટલે હિતેન કુમાર પોતાની માટે એક જીવનસાથી ની ખોજ માટે આવે છે અને તે સમયે મિત્ર ગઢવીને સિદ્ધિ ઈડનાની સાથે પ્રેમ થાય છે . આ બન્નેની પ્રેમ કહાની ફિલ્મ દરમિયાન સાથે સાથે ચાલે છે જેમાં એક ૭૦ વર્ષીય વૃદ્ધ નો પ્રેમ અને એક યુવાનનો પ્રેમ કેવો હોય તે બતાવવામાં આવ્યો છે .
ફિલ્મ જ્હાનવી ચોપડાએ લખી છે અને પ્રીત દ્વારા દિગ્દર્શિત છે . ફિલ્મના નિર્માતા દિવ્યેશ દોશી અને જગત ગાંધી છે જ્યારે કૃણાલ સાંગાણી અને મનોજ આહીર સહ નિર્માતા છે .