જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ એક કાર્યક્રમમાં પેજર એટેકને લઈને સવાલ કર્યા હતા. ભારતમાં આ પ્રકારના હુમલાને લઈને તેમને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું કે, તમે જે પેજરની વાત કરી રહ્યા છો તેને હંગરીની કંપનીએ તાઈવાનની એક કંપનીના બ્રાન્ડ નામથી પેજર તૈયાર કર્યું હતું. પછી હંગરીની કંપનીએ આ પેજર્સને હિઝબ્બુલ્લાને સપ્લાય કર્યું. ઈઝરાયલે જે રીતે શેર કંપની ઊભી કરી છે તે ઈઝરાયલનો માસ્ટ્રસ્ટ્રોક હતો. તેના માટે વર્ષોની તૈયારીની જરૂર પડે છે. તમે જે દિવસે લડવાનું શરૂ કરો છો યુદ્ધ તે સમયથી શરૂ નથી થતું. યુદ્ધ તે સમયે શરૂ થાય છે જ્યારે તમે તેની યોજના બનાવવાનું શરૂ કરો છો.
તેમણે આગળ જણાવ્યું કે, ભારતના સંદર્ભમાં પેજર એટેકને જોઈએ તો આપણે સપ્લાય ચેનમાં ગડબડીને લઈને બચવું પડશે. તેના પર ધ્યાન રાખવું પડશે. આપણે વિવિધ સ્તરો પર તેની તપાસ કરવી પડશે પછી તે ટેક્નિકી સ્તર પર હોય કે મેન્યુઅલ. આપણે નિશ્ચિત કરવું પડશે કે આ પ્રકારની ઘટનાઓ આપણી સાથે ન થાય. જણાવી દઈએ કે, ગત મહિને લેબનામમાં મોટી સંખ્યામાં પેજર અને વોકી-ટોકી એટેક થયો હતો. આ હુમલામાં લગભગ 40 લોકોના મોત થયા હતા જ્યારે 3000થી વધારે લોકો ઘાયલ થયા હતા.
લેબનાન અને સીરિયાના બોર્ડર વિસ્તારમાં ગત મહિને પેજર બ્લાસ્ટ થયો હતો. લેબનાની રાજધાની બેરૂત અને દક્ષિણ લેબનાનના ઘણા વિસ્તારોમાં વિશેષ રીતે પૂર્વી બેકા વૈલીમાં પેજરમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. આ વિસ્તારને હિઝબુલ્લાહનો ગઢ માનવામાં આવે છે. તેના પછી લેબનાનમાં વોકી-ટોકી સિવાય સોલર પેનલ અને હેન્ડ હેલ્ડ રેડિયોમાં પણ બ્લાસ્ટ થયો હતો.
#WATCH | On Israel turned pagers into bombs and what India is doing to tackle such issues, Indian Army chief Gen Upendra Dwivedi says, "…The pager that you're talking about, it's a Taiwan company being supplied to a Hungarian company. Hungarian company thereafter giving it to… pic.twitter.com/O7KzqA1cD1
— ANI (@ANI) October 1, 2024
ચીન આર્ટિફિશિયલ ગામ વસાવી રહ્યું છે
આર્મી ચીફને પૂછવામાં આવ્યું કે, બોર્ડર પર શું ચીન આર્ટિફિશિયલ ગામ વસાવી રહ્યું છે. તો તેનો જવાબ આપતા તેમને કહ્યું કે, ચીન આર્ટિફિશિયલ ગામ વસાવી રહ્યું છે. જો કે તેનો કોઈ વાંધો નથી તે તેના દેશમાં ગમે તે કરે પરંતુ અમે સાઉથ ચીનમાં જે જોઈએ છીએ અને ગ્રે ઝોનની વાત કરીએ છીએ તો શરૂઆતમાં અમને માછીમાર લોકો મળે છે જે સૌથી આગળ હોય છે. તેના પછી અમે જોઈએ છીએ કે તેમને બચાવવા માટે સેના આગળ વધતી જોવા મળે છે. આર્મી ચીફે મોડલ વિલેજને લઈને કહ્યું કે, આપણા ત્યાં પહેલાથી જ આ પ્રકારના મોડલ વિલેજ બનતા આવી રહ્યા છે.