વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે દર્શનાર્થે પરમ વૈષ્ણવ અને પ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનું સન્માન કરતાં પ.પૂ.સદ્.શ્રી માધવપ્રિયદાસજી સ્વામી (SGVP-છારોડી), પ.પૂ.સદ્.પુરાણી.શા.શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી (મેમનગર), પ.પૂ.શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી (ચેરમેનશ્રી, વડતાલ ધામ), પ.પૂ.શા.શ્રી ડો.સંતવલ્લભદાસજી સ્વામી (મુખ્ય કોઠારીશ્રી, વડતાલ ધામ), પ.પૂ.સદ્.શા.શ્રી નૌત્તમપ્રકાશદાસજી સ્વામી (સત્સંગ મહાસભા પ્રમુખ-વડતાલ ધામ) તથા શ્યામવલ્લભ સ્વામી: શુકદેવ સ્વામીએ સ્વાગત કર્યું હતું. પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ મંદિરમાં શ્રીલક્ષ્મીનારાયણદેવ, રણછોડરાય, ધર્મભક્તિ વાસુદેવ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજ રાધાકૃષ્ણ દેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મંદિરના બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજીએ પૂ.રમેશભાઇ ઓઝાને પ્રસાદીની પુષ્પમાળા, કંઠી તથા પ્રસાદીની શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ સંતો સાથે મંદિર પરિસરમાં આવેલ પ્રસાદીની વસ્તુઓ, હરિ મંડપ, સભા મંડપ, પૂ.ગોપાળાનંદ સ્વામીના આશ્રમે તથા ગાદીસ્થાન વિગેરે સ્થળોએ દર્શન કરી સંતો સાથે બેઠક મુલાકાત કરી હતી. ત્યારબાદ નૂતન અક્ષર ભુવનનું શિલાપૂજન કર્યું હતું. આ પ્રસંગે હરીઓમ સ્વામી તથા ગોવિંદસ્વામી (મેતપુર) ઉપસ્થિત રહ્યા હતા.