ખેડા જીલ્લામા મિલકત સબંધી ગુનાઓ ઉપર અંકુશ રાખવા સારૂ પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ તથા ના.પોલીસ અધિક્ષક નડીયાદ વિભાગ નાઓના મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર કે.એચ. ચૌધરી નાઓના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડના પો. માણસો પો.સ્ટે.વિસ્તારમાં મિલ્કત સબંધી ગુના અટકાવવા સારૂ પેટ્રોલિંગમાં હતા.
દરમ્યાન આ પો.કો. જયદેવસિંહ અભેસંગભાઇ બ.ન.૫૦૩ તથા આ.પો.કો. સત્યદિપસિંહ રામદેવસિંહ બ.નં.૪૩૬ નાઓને ચોક્કસ અને સંયુક્ત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે આ કામના આરોપી- ભાવેશભાઇ ઉર્ફે ભાયો મનુભાઇ ગોહેલ તથા ભાવેશ કિરણભાઇ રાવળ નાઓએ ગઇ તા.૨૨/૧૨/૨૦૨૪ ના રોજ ચોરી રાત્રીના સમયે કુભાર ચાલી ખાતે ચોરી કરેલ હોવાની ચોક્કસ બાતમી મળેલ હોય જે બાતમી હકીકત આધારે બંને ઇસમોને બોલાવી તેઓને યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ જેઓને ગુનાના કામે અટક કરી ચોરીમાં ગયેલ ચોર મુદ્દામાલ આરોપીઓ પાસેથી તપાસ દરમ્યાન રીકવર કરેલ છે. જેથી આરોપી વિરૂધ્ધ અત્રેના પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરી ચોરીનો કેસ નડીયાદ પશ્ચિમ સર્વેલન્સ પોલીસ ટીમે શોધી કાઢેલ છે.