ખેડા જીલ્લામા મિલકત સબંધી ગુનાઓ ઉપર અંકુશ રાખવા સારૂ પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ તથા ના.પોલીસ અધિક્ષક નડીયાદ વિભાગ નાઓના મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર કે.એચ. ચૌધરી નાઓના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડના પો.માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
દરમ્યાન અ.પો.કો. બ્રિજેશકુમાર જયંતીલાલ બં.નં.૧૦૭૬ તથા અ.પો.કો. જયેશભાઇ સોમાભાઇ બ.નં.૧૦૯૬ નાઓને સંયુક્ત ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે ફરીયાદીના રહેણાક મકાન નજીક મકાનમાં રહેતા ભરતકુમાર પરમાર નાઓની શકમંદ ગતીવીધી આધારે ચોરી કરેલ હોવાનુ બાતમીદારથી જાણવા મળેલ જેથી શકમંદ ભરતકુમાર પરમાર નાઓને બોલાવી તેઓને યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા ભરતકુમાર પરમારે ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ જેઓને ગુનાના કામે અટક કરી ચોર મુદ્દામાલ બાબતે પુછપરછ કરતા આરોપીએ મુદ્દામાલ ફાઇનાન્સ કંપનીમાં ગીરો મુકેલ હોય જે ચોર મુદ્દામાલ તપાસ દરમ્યાન રીકવર કરેલ છે. જેથી આરોપી વિરૂધ્ધ અત્રેના પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરી ધરફોડનો કેસ શોધી નડીયાદ પશ્ચિમ સર્વેલન્સ પોલીસ ટીમે વધુ તપાસ હાથ ધરી છે.