લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં યોજાયેલ આકાશ અને બ્રહ્માંડ દર્શન કાર્યશાળા ‘ચાલો, ગગનને નીરખીયે…’ અંતર્ગત વક્તવ્ય આપતાં લોકવૈજ્ઞાનીક અરુણભાઈ દવેએ અંતરિક્ષની સુવ્યવસ્થિત રચના એ પરમ આશ્ચર્ય હોવાનું જણાવ્યું.
સ્વર્ગસ્થ બળવંતભાઈ પારેખ જન્મશતાબ્દી નિમિત્તે લોકવિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરા અને વિજ્ઞાનનગરી ભાવનગર દ્વારા આકાશ દર્શન અને બ્રહ્માંડ દર્શનની એક દિવસીય કાર્યશાળા ‘ચાલો, ગગનને નીરખીએ…’ આયોજન અંતર્ગત ઉદ્દઘાટન અને ચાવીરૂપ વક્તવ્ય આપતાં લોકવૈજ્ઞાનીક અરુણભાઈ દવેએ આપ્યું.
ખગોળ વિજ્ઞાની અરુણભાઈ દવેએ સાહજિક શૈલીમાં વક્તવ્ય આપતાં અંતરિક્ષની સુવ્યવસ્થિત રચના એ પરમ આશ્ચર્ય હોવાનું જણાવી દ્રવ્ય અને ઉર્ઝાનાં સમન્વયની વાત કરી. ખગોળ રહસ્ય એ માયાવી અને રસિક હોવાનું જણાવી વિશ્વનાં તમામ વિષયોનો સ્રોત અહીંયા હોવાનું જણાવી ખગોળ અને અંતરિક્ષની ભેદ રેખા સ્પષ્ટ કરી. ખગોળ દિવ્ય અને અંતરિક્ષ ભવ્ય છે. તેઓએ આ વિષયમાં આપણાં અવલોકન અને અનુભૂતિ સાથે આધુનિક સંશોધન નિષ્કર્ષ પર પ્રકાશ પાડ્યો, તેઓએ સૂર્ય ચંદ્ર ગતિ, રાશી, નક્ષત્રો સંદર્ભે અનુમાન આધારિત આપણે પાડેલાં કાલ્પનિક ભાગો આજે પણ સચોટ હોવાનું સાનંદ જણાવ્યું.
બ્રહ્માંડ અસ્તિત્વ પરિબળો વિશે જામનગરનાં ખગોળ રસિક અમિતભાઈ વ્યાસ દ્વારા માર્ગદર્શન આપતાં કહ્યું કે આ બધી અવકાશીય ઘટનામાં નવું કશું નથી, પરંતુ કશુંક હતું જેમાંથી કશુંક થયું છે.
પ્રારંભે સંસ્થાનાં વડા અને કાર્યશાળાનાં સંયોજક હસમુખભાઈ દેવમુરારિએ આવકાર અને પરિચય સાથે ભૂમિકા આપતાં લોકભારતીના વિવિધ ઉપક્રમો લોકો સુધી પહોંચાડવા માટે હોવાં અંગે જણાવ્યું.
સંચાલનમાં કાર્યશાળા સંયોજક ધરતીબેન જોગરાણા રહ્યા જેઓએ પૂરક વિગતો ઉમેરી હતી.
‘ચાલો, ગગનને નીરખીયે…’ કાર્યશાળામાં નોંધણી કરાવેલ વિદ્યાર્થીઓ તેમજ અન્ય રસિકોએ ભારે જિજ્ઞાસા સાથે લાભ લીધો. પ્રારંભમાં કુમારી પ્રાર્થના પંડ્યા અને વિદ્યાર્થીઓ દ્વારા ‘સૂર્ય મંડળની સફરે…’ ગીત અભિનય રજૂ થયેલ.
આકાશ દર્શન સાથે પૌરાણિક કથાઓની વિગતો આ કાર્યશાળાનાં સંયોજકો હસમુખભાઈ દેવમુરારિ અને ધરતીબેન જોગરાણા દ્વારા મળેલ. અહીંયા અનિરુદ્ધભાઈ અધ્વર્યું તથા દર્શનભાઈ પાઠક દ્વારા દૂરબીન વડે આકાશ દર્શન લાભ મળ્યો.