નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર નડિયાદના મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞા અને સાંનિધ્યમાં જ્યારથી વરસાદ ચાલુ થયો ત્યારથી પૂ.નિર્ગુણદાસજી મહારાજ સહિત તમામ સંતશ્રીઓ, મંદિરના ભક્તજનો દ્વારા તથા નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલરોએ પોત પોતાના વોર્ડ વિસ્તારમાં સાથે રહી નડિયાદના વિવિધ વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયેલા હતા તથા જ્યાં ભોજનની વ્યવસ્થા થઈ શકે તેમ ન હતી તેવા વિસ્તારમાં અને શેલ્ટર હોમ જ્યાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યા છે ત્યાં સંતરામ મંદિર દ્વારા ભોજન પહોચાડવામાં આવ્યું હતું. સાથે તમામ હોસ્પિટલોમાં દર્દીઓ તથા તેઓના સગાઓને ભોજન પહોચાડવામાં આવ્યું હતું. સાથોસાથ સમગ્ર ખેડા જિલ્લામાં જ્યાં થી ફોન આવ્યા હોય તેવા પૂરગ્રસ્ત ગામોમાં શ્રી સંતરામ મંદિર દ્વારા ભોજન તથા નાસ્તાની વ્યવસ્થા કરી પહોચાડવાનું એક ભગીરથ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું.
નડિયાદના સંતરામ મંદિરમાં અવિરત સેવાની સરવાણી શરૂ કરવામાં આવી છે. ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જ્યાં પણ ફૂડ પેકેટની જરૂર હશે ત્યાં તંત્ર મંદિરના સ્વયંસેવકો દ્વારા આ ફૂડ પેકટો પહોંચાડવામાં આવી રહ્યા છે. છેલ્લાં ચાર દિવસ થી સંતરામ મંદિર દ્વારા નડિયાદ ની તમામ હોસ્પિટલો અને શેલ્ટર હોમ કે જ્યાં લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે ત્યાં પણ સંતરામ મંદિર દ્વારા ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે.
છેલ્લા ચાર દિવસથી સંતરામ મંદિરના સ્વયંસેવકો દ્વારા, સંતરામ મંદિરના વર્તમાન મહંત શ્રી પ.પૂ રામદાસજી મહારાજની આજ્ઞાથી અને માર્ગદર્શન હેઠળ
સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ, પંકજભાઈ દેસાઈ – ધારાસભ્ય (નડીઆદ) અને સંતરામ મંદિરનાં નિજ વૃંદ સ્વયંસેવકોની ટીમ ભૂપેન્દ્રભાઈ દેસાઈ, પરષોત્તમભાઈ પટેલ, ઠાકોરભાઈ પટેલ તથા સમગ્ર સેવકવૃંદ સંતરામ મંદિર ની ઉપસ્થિતિમાં ફુડપેકેટ તૈયાર કરવામા આવેલ છે.
આ ફુડપેકેટ પ્રાંત અધિકારી નડિયાદ- ખેડા , મામલતદાર ડિઝાસ્ટર વિભાગ નડીઆદ-ખેડા ને ૨૯/૮/૨૦૨૪ ને ગુરુવારે રાત્રે ૧૦ વાગે સુખડી તથા મગસના લાડુના ફૂડપેકેટ પહોંચાડેલ છે જે અસરગ્રસ્ત વિસ્તારમાં જિલ્લા સેવા સદન કલેકટર ઓફિસ ડિઝાસ્ટર વિભાગ ધ્વારા રવાના થશે.