નાસીકના ઢોલ સાથે પૂ.ગીરીબાપુનુ ભવ્ય સ્વાગત કરાયુ ..
હજજારોની જનમેદની કથામંડપમા ઉમટી પડી ..
વિશ્ર્વ સુપ્રસીધ્ધ સોમનાથ મંદીરના પંટાગણમા આજથી સુપ્રસીધ્ધ કથાકાર પૂ.ગીરીબાપુની શિવકથાનો પ્રારંભ થયો છે પ્રથમ દિવસે જ હજજારોની જનમેદની ઉમટી પડી હતી .
બાર જ્યોતિર્લિંગ મા પ્રથમ અને કરોડો લોકોની આસ્થાનુ પ્રતિક એવા સોમનાથ મંદીર ના પંટાગણમા દિવ્યદશઁન પ્રોજેક્ટ ની બાજુમા આજથી સુપ્રસીધ્ધ કથાકાર પૂ.ગીરીબાપુ ની શિવકથાનો દબદબાભેર પ્રારંભ થયો છે . બપોરે નાસીકના ઢોલના સથવારે ભવ્ય પીથીયાત્રા નીકળી હતી જેમા પૂ.ગીરીબાપુ સહીત શિવભકતો મોટી સંખ્યામા જોડાયા હતા . ભગવાન સોમનાથ ના સાનિધ્ય મા શિવકથાનુ અનેરુ મહત્વ છે . નંદા પરીવારના યજમાનપદે ભવ્ય કથામંડપમા હજજારોની જનમેદની પ્રથમ દિવસે જ ઉમટી પડી હતા . પૂ.ગીરીબાપુએ સોમનાથ મંદીર ટ્રસ્ટ ની સુંદર વ્યવસ્થા તેમજ મંદીર સાથે જોડાયેલ દિવ્યદશઁન વર્ચ્યુઅલ દશઁન-જલાભિષેક પ્રોજેક્ટ ની પ્રશંશા કરી હતી .