પાટણ જિલ્લા કલેકટર અરવિંદ વિજયનની અઘ્યક્ષતામાં જિલ્લા આંતર વિભાગીય ક્રિકેટ લીગ સીઝન-૧ (૨૦૨૫) માં વિજેતા ટીમ પોલીસ વિભાગને આજરોજ જિલ્લા સેવા સદન ખાતે ટ્રોફી વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કલેકટર અરવિંદ વિજયનની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ તાજેતરમાં ક્રિકેટ લીગ સીઝન-૧ (૨૦૨૫)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહીવટી તંત્રના વિવિધ વિભાગોની ટીમે ભાગ લીધો હતો. જેમાં પોલીસ વિભાગ ની ટીમ ચેમ્પિયન બની હતી. સેકન્ડરી અને હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની ટીમ ઉપવિજેતા રહી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરના વરદ હસ્તે લીસ્ટ ઓફ પાટણ ડિસ્ટ્રિક્ટ રેવન્યુ ઓફિસર્સ એન્ડ રેવન્યુ એમ ઇન્ટ્રોડક્શન બુકલેટ નું વિમોચન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર અરવિંદ વિજયન દ્વારા વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી. સારી રમત રમનાર ખેલાડીઓનું મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું