આજે આંતર રાષ્ટ્રીય મહિલા દિને નર્મદા જિલ્લા મહિલા મોરચા દ્વારા નર્મદા જિલ્લાની ૧૦૦ થી. વધુ મહિલાઓ નું પ્રમાણપત્ર આપી સંન્માન કરવામાં આવ્યું હતું.આ એ બહેનો છે જેમને રાજ્ય અને કેન્દ્ર સરકાર ની કૌશલ્ય વર્ધન યોજનાઓ નો લાભ લઇ પોતે પગભર થયા છે અને તેમના કુટુંબ ને પણ પગભર કર્યુ છે.આજનો આ કાર્યક્રમ માં પ્રદેશ બીજેપી મહિલા મોરચા મંત્રી કૈલાશબેન ગામિત ના અધ્યક્ષ સ્થાને રાજપીપળા ના કમલમ ખાતે ઉજવાયો જેમાં મોટી સંખ્યામાં જિલ્લાભર ની મહિલાઓ ઉપસ્થિત રહી અને આ મહિલાઓ એ કેન્દ્ર અને રાજ્ય સરકાર ની યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી મેળવી.સાથેજ બીજેપી નર્મદા ના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ નીલ રાવ નું પણ સન્નમાન કરવામાં આવ્યું.આ પ્રસંગે જિલ્લા પ્રમુખ નીલ રાવ એ બહેનો ને જણાવ્યું કે ૨૪ કલાક ૩૬૫ દિવસ આપના ભાઈ ની સેવા હાજર હશે કોઈ પણ સમયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી મારો કોન્ટેક્ટ કરજો અને સેવા ની તક આપજો.કાર્યક્રમ માં જિલ્લા મહિલા મોરચા પ્રમુખ જયશ્રીબેન ધામિલ તથા મહામંત્રી ભારતીબેન દેશમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર ની વિવિધ યોજનાઓ વિશે બહેનો ને માહિતગાર કર્યા હતા.