કપડવંજ શહેરમાં ઘણાય સમયથી રખડતા ઢોરોનો આતંક યથાવત
કપડવંજ શહેરના રત્નાકર માતા રોડ પર આવેલા અપના માર્ટ પાસે સોમવાર સવારના અરસામાં બે માતેલા આખલાઓ બાખડયા હતાં. જેના કારણે રસ્તા પરથી પસાર થતાં લોકો ગભરાઈ ગયા હતાં.
માર્ગ પર લડતા આખલાઓએ નજીકમાં આવેલા શોપિંગ મોલ બહાર પાર્કિંગ કરેલ ત્રણ જેટલા દ્વિચક્રીય વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. છેલ્લા ઘણા સમયથી કપડવંજ શહેરમાં રખડતા ઢોર અને આખલાઓને કારણે શહેરીજનોને પારાવાર મુશ્કેલીનો સામનો વેઠવો પડી રહ્યો છે. કપડવંજ શહેરમાં આશરે 150 થી વધારે રખડતા ઢોરોને કારણે શહેરીજનોને ઘણીવાર મુશ્કેલીમાં મુકાવવાનો વારો આવ્યો છે ત્યારે મહત્વની વાત એ રહી કે આ રખડતા ઢોરોને કારણે બે વર્ષ અગાઉ એક વ્યક્તિનો કપડવંજ શહેરમાં ભોગ લેવાયો હતો તેમ જ અવારનવાર રખડતા ઢોરો કેટલાય વાહન ચાલકો તેમજ રાહદારીઓને શિંગડાથી ઉડાવતા હોવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવેલા છે. ત્યારે નગરપાલીકા સત્વરે આ રખડતાં ઢોરો માટે કાર્યવાહી કરે તેવી નગરજનોની માંગ છે.
15 મિનિટ જેટલા સમય સુધી જાહેર માર્ગને રખડતા આખલાઓએ જાણે કે બાનમાં લીધો હોય તેમ આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ બાખડતા આખલાઓને રોડ પર જોતાની સાથે જ પાછા વળી જવા મજબૂર બન્યા હતાં, ત્યારે ખેડા જિલ્લામાં વરસાદી વાતાવરણને લઈ શાળાઓમાં જાહેર રજાઓ રાખવામાં આવી હતી જેથી શાળાના સમય દરમિયાન વિદ્યાર્થીઓની અવરજવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું પણ સામે આવ્યું છે. જો શાળા ચાલુ હોય તો આ બાખડતાં આખલાઓએ કેટલાય વિદ્યાર્થીઓને હડફેટે લીધા હોત તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો હાલ કપડવંજ શહેરમાં ચર્ચાય છે.
રીપોર્ટર – સુરેશ પારેખ (કપડવંજ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel