ભારે વરસાદના કારણે પ્રાથમિક શાળાઓમાં પણ પાણી ઘૂસતાં શિક્ષણકાર્ય સ્થગિત કરવામાં આવ્યું છે. બાળકોના જીવને જોખમ ન રહે તે હેતુથી શાળાઓ બંધ રાખવામાં આવી છે અને પાણી ઊતરે ત્યાં સુધી તેમ જ રાખવાની શક્યતા છે.
સ્થાનિક લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો છે કે, “વર્ષોથી આ સમસ્યા ચાલુ છે, દરેક ચોમાસે ગામમાં પાણી ભરાય છે, પણ આજદિન સુધી કોઈ કાયમી નિકાલ કરવામાં આવ્યો નથી.”
હજુ સુધી તંત્ર તરફથી કોઈ મદદ ન પહોંચી હોવાની લોકોએ ફરિયાદ કરી છે. ગામજનો તાત્કાલિક નિકાલની માગ કરી રહ્યા છે જેથી આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય.