કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભારતપોલ પોર્ટલના 5 મુખ્ય મોડ્યુલ્સ અને તેની નવીન સુવિધાઓના પરિચય સાથે આ પોર્ટલને કાયદા અને વ્યવસ્થાના ક્ષેત્રમાં વિશ્વ-દરજાનું પ્લેટફોર્મ બનાવવા માટેના પ્રયાસો પર ભાર મુક્યો.
ભારતપોલના 5 મુખ્ય મોડ્યુલ્સ:
- કનેક્ટ (Connect):
- આ મોડ્યુલથી તમામ કાયદા અમલીકરણ એજન્સીઓ INTERPOLના નેશનલ સેન્ટ્રલ બ્યુરો (NCB) સાથે સીધું જડાવશે.
- દરેક એજન્સી હવે NCB-નવી દિલ્હીના વિસ્તરણ તરીકે કાર્ય કરશે, જે સ્થાનિક તપાસને વૈશ્વિક સ્તર પર લઈ જશે.
- ઇન્ટરપોલ નોટિસ (Interpol Notices):
- ગુનેગારોની શોધ માટે નોટિસ જનરેટ કરવાની પ્રક્રિયામાં ઝડપી, સુરક્ષિત અને માળખાગત સુવિધા પૂરી પાડે છે.
- ખાસ કરીને રેડ કોર્નર નોટિસ અને ગ્લોબલ ચેતવણીઓ માટે આ મોડ્યુલ મહત્વપૂર્ણ છે.
- સંદર્ભો (References):
- આંતરરાષ્ટ્રીય સહકાર માટે 195 INTERPOL સભ્ય દેશોમાંથી જરૂરી માહિતી મેળવવા અને વિતરિત કરવા માટે સરળ પ્લેટફોર્મ.
- વિદેશમાં તપાસ માટે આંતરરાષ્ટ્રીય સહાય હવે ઝડપી અને અસરકારક બનશે.
- પ્રસારણ (Broadcast):
- ભારત અને વૈશ્વિક સ્તરે તમામ વિનંતીઓને તરત જ પ્રસારિત કરવાના સુવિધાજનક માધ્યમરૂપે કાર્ય કરે છે.
- સત્તાવાર વિવાદિત દસ્તાવેજો અને આદેશો તાત્કાલિક પ્રાપ્ત કરાય શકે છે.
- સંસાધનો (Resources):
- દસ્તાવેજોના વિનિમય અને સંચાલન માટે નિમિત્ત મિકેનિઝમ પૂરી પાડે છે.
- ક્ષમતા-નિર્માણ પહેલ દ્ધારા સ્થાનિક એજન્સીઓને વધુ મજબૂત બનાવે છે.
ભારતપોલની મુખ્ય ખાસિયતો:
- રિયલ-ટાઈમ ઇન્ટરફેસ:
- ગુનાખોરી નિયંત્રણ માટે એજન્સીઓ વચ્ચે તાત્કાલિક અને સાતત્યપૂર્ણ સંચાર સક્ષમ બનાવે છે.
- લોકલ અને ઇન્ટરનેશનલ વિનંતીઓનો ઝડપી જવાબ હવે શક્ય બનશે.
- વૈશ્વિક નેટવર્ક સાથે કનેક્ટિવિટી:
- રેડ કોર્નર નોટિસ અને અન્ય ચેતવણીઓ 195 દેશોમાં તરત જ શેયર કરી શકાય છે.
- ગુનેગારોને આંતરરાષ્ટ્રીય કાયદાના દાયરામાં લાવવાના પ્રયાસો વધુ અસરકારક થશે.
- ભારતના ગુનેગારો પર કડક નિયંત્રણ:
- ભારતમાંથી ભાગી જતા અથવા વિદેશમાં છુપાયેલા ગુનેગારોને શોધવા માટે આધુનિક તંત્ર બનાવવામાં આવ્યું છે.
- હવે આ પ્રકારના ગુનેગારોને ન્યાયના દાયરામાં લાવવા માટે ઝડપ અને સચોટતા વધશે.
અમિત શાહે કહ્યું કે મોદી સરકારે 3 નવા ફોજદારી કાયદાઓમાં ગેરહાજરીમાં ટ્રાયલની જોગવાઈ દાખલ કરી છે, જે ન્યાયિક પ્રક્રિયાને સુનિશ્ચિત કરીને ભાગેડુ ગુનેગારોની ગેરહાજરીમાં પણ કાર્યવાહી કરી શકે છે. તેમણે સમજાવ્યું કે આ જોગવાઈ વિદેશોમાંથી દોષિત ગુનેગારોને ભારતમાં પ્રત્યાર્પણ કરવાની પ્રક્રિયાને સરળ બનાવશે. શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતપોલ પોર્ટલની ક્ષમતાઓ સાથે મળીને, આ નવું પગલું ભારતીય કાયદા અમલીકરણ એજન્સીઓને ભાગેડુઓને ન્યાય સુધી પહોંચાડવા માટે સશક્ત બનાવશે, પછી ભલે તેઓ ગમે ત્યાં છુપાયેલા હોય. તેમણે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને ભારતપોલના અમલીકરણમાં આગેવાની લેવા અને પાયાના સ્તરે તેની વ્યાપક તાલીમ સુનિશ્ચિત કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે, આ ન્યાયિક પ્રણાલીને મજબૂત કરશે, પારદર્શિતા વધારશે અને કાયદાના અમલીકરણના પ્રયાસોની એકંદર કાર્યક્ષમતા અને અસરકારકતામાં સુધારો કરશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ નશીલા દ્રવ્યોની દાણચોરી, શસ્ત્રોની દાણચોરી, માનવ તસ્કરી અને સરહદ પારના આતંકવાદ જેવા અપરાધોનું સમાધાન કરવા નવી વ્યવસ્થાની પરિવર્તનકારી સંભવિતતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, ભારતપોલ નેટવર્ક આ પ્રકારનાં અપરાધો પર વાસ્તવિક માહિતીનાં આદાન-પ્રદાન મારફતે 195 દેશોમાં કાયદાનું અમલીકરણ કરતી સંસ્થાઓ સાથે જોડાણની સુવિધા આપીને રાજ્યનાં પોલીસ દળોને મોટી સહાય કરશે. અમિત શાહે ઇન્ટરપોલની નોટિસો અને આ વ્યવસ્થાને સંસ્થાગત સ્વરૂપ આપવા અંગે કાયદાનો અમલ કરાવતી સંસ્થાઓ વચ્ચે જાગૃતિ વધારવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ધ્યાન દોર્યું હતું કે, તેનો મુખ્ય લાભ 19 પ્રકારનાં ઇન્ટરપોલ ડેટાબેઝની સુલભતાનો છે, જે યુવાન અધિકારીઓને ડેટાનું વિશ્લેષણ કરવા, ગુનાખોરી અટકાવવાની વ્યૂહરચનાઓ વિકસાવવા અને ગુનેગારોને વધુ અસરકારક રીતે પકડવામાં સક્ષમ બનાવશે. તેમણે સાયબર ક્રાઇમમાં ઉભરતા પડકારોને વધુ ઝડપ અને કાર્યક્ષમતા સાથે હલ કરવાની સિસ્ટમની ક્ષમતા પર પણ ભાર મૂક્યો હતો. શાહે આ સમગ્ર પહેલને ક્રાંતિકારી ગણાવી હતી, જેમાં તપાસ પ્રક્રિયાઓને પુનઃવ્યાખ્યાયિત કરવાની અને કાયદાનાં અમલીકરણને નવી ઊંચાઈએ લઈ જવાની સંભવિતતા છે.
નેશનલ સેન્ટ્રલ બ્યુરો ફોર ઇન્ટરપોલ ઇન ઇન્ડિયા (NCB-નવી દિલ્હી) તરીકે, CBI દેશભરમાં વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓના સહયોગથી ફોજદારી કેસો પર આંતરરાષ્ટ્રીય સહકારને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સંકલન કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્તરે ફેલાયેલું છે અને તેનું સંચાલન ઇન્ટરપોલ લાયઝન ઓફિસર્સ (ILO) દ્વારા થાય છે. આ આઈએલઓ(ILO) યુનિટ ઓફિસર્સ (UO) સાથે મળીને કામ કરે છે, જેઓ સામાન્ય રીતે તેમની સંબંધિત સંસ્થામાં પોલીસ અધિક્ષકો, પોલીસ કમિશનરો અથવા શાખાના વડાઓ જેવા હોદ્દા પર કામ કરે છે. હાલમાં સીબીઆઇ(CBI), આઇએલઓ(ILO) અને યુઓ(UO) વચ્ચેનો સંદેશાવ્યવહાર મુખ્યત્વે પરંપરાગત પદ્ધતિઓ દ્વારા હાથ ધરવામાં આવે છે, જેમાં પત્રો, ઇમેઇલ્સ અને ફેક્સ સામેલ છે.