ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા રમત ગમત મંત્રી મનસુખભાઈ માંડવીયાએ આજે જૂનાગઢ જિલ્લાના પ્રવાસ દરમિયાન વંથલીના સાંતલપુર અને માણાવદરના સરાડીયા ગામની મુલાકાત કરી હતી.
કેન્દ્રીય મંત્રીશ્રીએ નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવાની સાથે જન પ્રશ્નોને ઉકેલવા અને વિકાસ કાર્યોને વેગ આપવા માટે સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો.
કેન્દ્રીય મંત્રીની આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, ચેરમેન દિનેશભાઈ ખટારીયા સહિતના પદાધિકારી-અધિકારી સાથે રહ્યા હતા.