Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરાવતા કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયા

ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરાવતા કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયા

ભારત સરકારના ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય ભાવનગર પૂર્વના સેજલબેન પંડયા તથા મેયર ભરતભાઈ બારડની ઉપસ્થિતીમાં ભાવનગર-હરિદ્વાર-ભાવનગર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન (19271/19272) નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ ટ્રેન નં. 19271 ભાવનગર – હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દર ગુરૂવારે ભાવનગર ટર્મિનસ સ્ટેશન થી રાત્રે 20.20 કલાકે ઉપડશે અને શનિવારે પ્રાતઃ 03.40 કલાકે હરિદ્વાર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 19272 હરિદ્વાર – ભાવનગર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દર શનિવારે પ્રાતઃ 05.00 કલાકે હરિદ્વારથી ઉપડશે અને રવિવારે બપોરે 12.00 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ પ્રસંગે ભાવનગર પરા રેલવે સ્ટેશન પર ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશકુમાર સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ, રેલ્વે મુસાફરો, પ્રતિનિધિયો અને રેલ્‍વે કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. ટ્રેનની ફ્રિકવન્સીમાં વધારાને લઈને સામાન્ય લોકો અને રેલવે મુસાફરોમાં અનેરો સંતોષ અને ખુશી જોવા મળી હતી.

યાત્રિયોની માંગણી અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે હવે ભાવનગર ટર્મિનસથી હરિદ્વાર સુધીની સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને અઠવાડિયામાં બે દિવસ (સોમવાર અને ગુરુવાર) પૂર્વ નિર્ધારિત સમય મુજબ ચલાવવાની મંજૂરી આપી છે. ભાવનગર ડીવીઝનના ડીવીઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારના માર્ગદર્શન હેઠળ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી હરિદ્વાર સુધી 13 ફેબ્રુઆરી 2025થી દર ગુરૂવારે ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન (19271) ચાલશે.

આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી જંક્શન, ધનેરા, રાનીવાડા, મારવાડ ભીનમાલ, મોદરાન, જાલોર, મોકલસર, સમદડ઼ી જંકશન, જોધપુર, ડેગાના જંક્શન, છોટી ખાટૂ, ડીડવાના, લાડનૂં, સુજાનગઢ, રતનગઢ જંક્શન, ચૂરૂ જંક્શન, સાદુલપુર જંક્શન, હિસાર જંક્શન, જાખલ જંક્શન, સુનામ ઉધમ સિંહ વાલા, ધૂરી જંક્શન, પટિયાલા, રાજપુરા જંક્શન, અંબાલા કેન્ટ જંક્શન, સહારનપુર જંક્શન. અને રૂડ઼કી સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ સામેલ હશે.

રિપોર્ટર-સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

 

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.