પાટણ જિલ્લાનું ગૌરવ વધારતી એક વિશેષ પ્રસંગે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) 2024 ની પરીક્ષામાં સફળતા મેળવનાર પાટણના બે વિદ્યાર્થીઓ, વિપુલ ચૌધરી અને અંકિત વાણિયાનો જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યો.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સન્માન સમારંભમાં વિપુલ ચૌધરી, જેને ઓલ ઇન્ડિયા રેન્ક ૩૪૮ અને અંકિત વાણિયા, જેને રેન્ક ૬૦૭ પ્રાપ્ત થયો હતો, તેઓને મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા. બંને વિદ્યાર્થીઓએ પ્રાથમિકથી ઉચ્ચ અભ્યાસ સુધી સરકારી શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કર્યો છે.
વિપુલ ચૌધરી, હમીરપુરા ગામના વતની, જણાવ્યું હતું કે. નિષ્ફળતાઓ છતાં હિંમત ન હાર્યો. ચોથા પ્રયાસે સફળ થયો. જો તમારું વિઝન ક્લિયર હોય, તો સફળતા ચોક્કસ મળે.
અંકિત વાણિયા, કુણઘેર ગામના રહેવાસી, પહેલેથી જ સરકારી નોકરીમાં હતા. તેમણે કલેક્ટર અને ડીડીઓ સાહેબના પરિચયથી પ્રેરાઈને ચીફ ઓફિસરની નોકરી છોડી યુપીએસસીની તૈયારી કરી. “સંસાધનોના અભાવના બહાના ન પાડતા, ખંત, લગન અને સમર્પણથી મહેનત કરો તો સફળતા અવશ્ય મળે,” એમ તેમણે જણાવ્યું.
જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલે જણાવ્યું કે, “આ બંને વિદ્યાર્થીએ પાટણ જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેઓના પ્રયાસોથી અન્ય યુવાઓને પણ પ્રેરણા મળશે.
રિપોર્ટર-ભરત પંચાલ (પાટણ)