પરિક્રમાની શરૂઆતથી ૨૩ એપ્રિલ સુધી અંદાજિત ૭,૮૬,૯૨૫ જેટલા પરિક્રમાર્થીઓએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી
પરિક્રમા દરમિયાન કોઈ પણ તકલીફ પડી નથી સુરક્ષાકર્મીઓ થકી લોકોની ખડેપગે સુરક્ષા કરી રહ્યા છે- પરિક્રમાવાસીશ્રી ડબગર અમિતભાઈ
પરિક્રમા દરમિયાન પરિક્રમાવાસી સરળતાથી દિવસ-રાત્રે પોતાની અનુકુળતાએ પરિક્રમા કરી શકે તેવી સારી વ્યવસ્થા સરકારશ્રી દ્વારા ઉભી કરાઈ છે- પરિક્રમાર્થી શ્રી આશુતોષ ભાટિયા
તારીખ ૨૯ માર્ચથી પ્રારંભાયેલી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં સરળ રીતે ચાલી રહી છે હવે પરિક્રમાને માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે ૨૭ મી એપ્રિલે પૂર્ણ થશે. જેમાં લાખોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ આવી રહ્યા છે. આ પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. ત્યારે જિલ્લા કલેકટર શ્રી એસ.કે. મોદીની માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરાહનીય વ્યવસ્થાઓ ગોઠવી પરિક્રમાવાસીઓને તકલીફ ન પડે તે માટે સુચારૂ અને સુદ્રઢ આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે પોલીસ વિભાગ પરિક્રમાવાસીઓની દેખરેખ, આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય લક્ષી પ્રાથમિક સારવાર અને સખી મંડળ સ્ટોલ થકી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી નહી નફો નહી નુકશાનના ભાવે વેચઍન કરે છે. અન્ય વિભાગ દ્વારા પણ અનેક ફરજ બજાવીને ચોવીસ કલાક પરિક્રમાવાસીઓની દેખરેખ રાખવામાં આવી રહી છે.
તા. ૨૩ મી એપ્રિલ, ૨૦૨૫ ના રોજ અંદાજિત ૨૬,૨૫૬ પરીક્રમાવાસીઓએ પરિક્રમા કરી છે. અને પરિક્રમાની શરૂઆતથી ૨૩ એપ્રિલ સુધી અંદાજિત ૭,૮૬,૯૨૫ જેટલા પરિક્રમાર્થીઓએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી. પરિક્રમા દરમિયાન પરિક્રમાવાસીશ્રી ડબગર અમિતભાઈ જણાવ્યુ હતુ કે, પ્રથમ વખત આ મારી પરિક્રમા છે. હુ અંધવ્યકિત છું મારા મારીધર્મ પત્નીના સ્પોર્ટ થકી આજે હુ પરિક્રમામા આવ્યો છું. જ્યારે અમે પરિક્રમાની શરૂઆત કરી ત્યારથી પૂર્ણ થાય ત્યા સુધી સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક સગવડો કરવામાં આવી છે, જેવી કે ખુરશી, મંડપ, પંખા, લાઈટ, સ્નાન માટે ફુવારા, ટોયલેટ, રસ્તો, નાવડી, બેરીકેટિંગ, બાકડા અને માઇક, રોડ રસ્તા, મેડિકલ કેમ્પ સહિત સીસીટીવીની વ્યવસ્થાઓ ખૂબ જ સારી રીતે કરવામાં આવી છે. તેમજ જે નવો બ્રીજ બનાવામાં આવ્યો છે. એટલે જે પણ દિવ્યાંગ વ્યક્તિ હોય તેઓ પણ સરળતાથી પરિક્રમા કરી શકે છે. પરિક્રમા દરમિયાન કોઈ પણ તકલીફ પડી નથી અહી સ્વંયમ સેવકો થકી પરિક્રમાર્થીઓને માર્ગદર્શન આપતા રહે છે. તે બદલ હુ સરકારશ્રીનો અને જિલ્લા વહીવટીતંત્રનો આભાર માનું છું.
સ્થાનિક પરિક્રમાર્થી શ્રી આશુતોષ ભાટિયા જણાવ્યું હતું કે, રાજપીપલાનો રહેવાસી છું, આ મારી ત્રીજી પરિક્રમા છે. પહેલા વર્ષો કરતા આ વર્ષે ખૂબ સારી સુવિધાઓ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને લાઇટીંગની સુવિધા, ડોમ, બ્રીજ અને બોટની ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ પરિક્રમાવાસી સરળતાથી દિવસ-રાત્રે પોતાની અનુકુળતાએ પરિક્રમા કરી શકે એટલી સારી વ્યવસ્થા કરવામાં આવી છે જે બદલ સરકારશ્રીનો ખુબ આભાર વ્યકત કરું છું.